રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
રાજ્યમાં વાતાવરણ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્યમાં વાતાવરણ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે. રાજ્યમાં પવનની ગતિ 10/15 કિમી પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે.
અરવલ્લી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ માટે વાતાવરણ સૂકું રહેશે. આ સમય દરમિયાન તાપમાનનો પારો ઉંચે જતાં ઠંડીમાં પણ આંશિક ઘટાડો થઇ શકે છે. અરવલ્લી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે, આજે મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તાપન નીકળતા ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે.
અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારથી ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું, અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા ધૂમ્મસ છવાઈ ગઇ, ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોને હાલાકી સહન કરવી પડી રહી છે. જો કે રાજ્યમાં હાલ ઠંડીથી આંશિક રાહત મળી છ, પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થયો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
પતંગ રસીકો માટે સારા સમાચાર છે. આ વર્ષે ઉત્તરાયણમાં પવનદેવ મહેરબાન રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે આ વર્ષે ઉત્તરાયણમાં સારો પવન રહે તેવી શક્યતા છે. પવનની ગતિ 6 કિલોમીટકથી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકે રહે તેવી શક્યતા છે. 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ગુજરાતના અનેક ભાગોમાં 15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડીનું જોર યથાવત રહે તેવી શક્યતા છે. ઉતારાયણથી અમુક જિલ્લાઓમાં વાદળો આવશે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી ફરી ઠંડીની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે છે.
Gujarat Weather: પતંગ ઉડાવવા માટે માફકસર રહેશે હવા કે નહિ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી





















