Bet Dwarka Demolition : બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Bet Dwarka Demolition : બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
બેટ દ્વારકામાં દાદાનું બુલડોઝર ફરી ચાલ્યું!
બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરી ફરી શરૂ થઈ ગયો છે. બાલાપુર વિસ્તારમાં પોલીસ બંદોબસ્તની સાથે ડિમોલીશનની કામગીરી ચાલી રહી છે. અગાઉ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ તે હટાવાયા ન હતા. આથી, પ્રશાસનની ટીમ આ ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે આવી છે.
અત્યારે લગભગ 1000 જેટલા પોલીસ કાફલાની વચ્ચે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. દબાણ માફિયાઓ સામે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. આ આ પહેલી ઘટના નથી. સરહદી વિસ્તાર અને દરિયાઈ વિસ્તાર, જે કોસ્ટલ એરિયા છે, ત્યાં ધાર્મિક સ્થાનોની આસપાસ દબાણ થયેલા છે. આ દબાણોમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હોવાની આશંકા છે. કારણ કે દરિયાની નજીક આવેલા આ બધા સ્થળો છે. પડોસમા પાકિસ્તાન જેવો દેશ છે એટલે રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં પણ આ દબાણો જોખમકારક હતા. વારંવારની નોટિસ છતાં આ દબાણ માફિયાઓ એને ધ્યાને લેતા નતા. આખરે દાદાનું બુલડોઝર આ દબાણો ઉપર ફરવળ્યું છે. જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે એ પ્રમાણે જેસીબીનો કાફલો જે છે, જેસીબીનો પંજો આ દબાણો ઉપર પડી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ આખુંય ડિમોલેશન અભિયાન ચાલી રહ્યું છે.


















