Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. બાલાપુર વિસ્તારમાં પોલીસ બંદોબસ્તની સાથે ડિમોલીશનની કામગીરી ચાલી રહી છે.

Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. બાલાપુર વિસ્તારમાં પોલીસ બંદોબસ્તની સાથે ડિમોલીશનની કામગીરી ચાલી રહી છે. અગાઉ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ તે હટાવાયા ન હતા. આથી, પ્રશાસનની ટીમ આ ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે આવી છે.
बेट द्वारिका देश भर के करोड़ों लोगों की आस्था की भूमि है। कृष्ण भूमि में किसी भी अवैध अतिक्रमण को नहीं होने देंगे। हमारी आस्था और संस्कृति की रक्षा करना हमारी जिम्मेदारी है।
— Harsh Sanghavi (@sanghaviharsh) January 11, 2025
Bhupendra Bhai Patel government in Gujarat has shown zero tolerance for illegal encroachment. pic.twitter.com/gaa8ZBKMoL
લગભગ 1000 જેટલા પોલીસ કાફલાની વચ્ચે આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ માફિયાઓ સામે દાદાનું બુલડોઝર ફરી વડ્યું છે. જો કે, આ પહેલી ઘટના નથી આ પહેલા સરહદી વિસ્તાર અને દરિયાઈ વિસ્તાર, જે કોસ્ટલ એરિયા છે, ત્યાં ધાર્મિક સ્થાનોની આસપાસ દબાણ થયેલા છે. આ દબાણોમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હોવાની આશંકા સેવવામાં આવી હતી. કારણ કે દરિયાની નજીક આવેલા આ બધા સ્થળો છે. પડોસમાં પાકિસ્તાન જેવો દેશ છે એટલે રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં પણ આ દબાણો જોખમકારક હતા.
તો બીજી તરફ વારંવારની નોટિસ છતાં આ દબાણ માફિયાઓએ કોઈ દબાણ દૂર ન કરતા આખરે તંત્ર એક્શનમાં આવ્યું અને જેસીબી દ્વારાઆ દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ આખુંય ડિમોલેશન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર આ પ્રકારે દબાણ હટાવવાની કાર્યવાહી સતત ચાલતી રહી છે. હજુ પણ આગામી બે ત્રણ દિવસ સુધી આ પ્રકારે આ દબાણોને દૂર કરવામાં આવી શકે છે કારણ કે મોટા પાયે અહીં આ બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. આ સાથોસાથ સુદર્શન બ્રિજ પર અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. દબાણની કામગીરી દરમિયાન સુદર્શન બ્રિજ પર વાહન વ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે અને 1000 થી વધુ પોલીસ અને એસઆરપીના જવાનો અત્યારે આ બંદોબસ્તમાં જોડાયા છે. દ્વારકા એસપી નીતેશ પાંડેની નેતૃત્વમાં મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરાય છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ગીર સોમનાથ ખાતે પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ગીર સોમનાથ ખાતે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો....





















