શોધખોળ કરો
મોદી સરકારે આર્મીને આપ્યો ઝટકો, આવી છે સર્જિકલ સ્ટ્રાઈકની આર્મીને 'ભેટ'
1/5

નવી દિલ્હી: પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ આગામી ચૂંટણીઓમાં તેનો રાજકિય લાભ ખાટવાનો પ્રયાસ કરનાર મોદી સરકારે સૈનિકોને મોટો ઝટકો આપ્યોછે. સંરક્ષણ વિભાગે એક અધિસુચના જાહેર કરી છે જેના મુજબ સેનામાં સેવા આપવા દરમિયાન વિકલાંગ થયેલા સૈનિકોના પેંશનમાં 18000 જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે આ આદેશ સર્જિકલ સ્ટ્રાઈકના બીજે દિવસે જ આપ્યો હતો.
2/5

સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન સદભાગ્યે આપણો કોઈ જવાન કે અધિકારી ઇજાગ્રસ્ત થયો નથી, નહીંતર દેશ માટે પોતાનો જીવ જોખમમાં મુકનાર આ જવાનોને સરકારના નવા આદેશ મુજબ સેવા દરમિયાન વિકલાંગતાના કારણે નોકરીમાંથી રજા આપવામાં આવી હોત, તેવા સંજોગોમાં તેમનું પેંશન રૂ. 45,200થી ઘટીને રૂ. 27,200 જેટલું જ થઇ જાત.
3/5

સરકારના આ આદેશની સૌથી વધુ અસર એવા અધિકારીઓ પર પડશે કે જેઓ સેનાના ઓપરેશનના ટીમ લીર હોય છે. એટલે કે, મેજર રેંકના અધિકારીને સરકારના નવા આદેશ મુજબ 100 ટકા વિકલાંગતાની અવસ્થામાં તેમના પેંશનમાં પ્રતિમાસ રૂ. 70000નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ આર્મી માટે કરોડરજ્જૂ સમાન ગણાતા જૂનિયર કમીશંડ ઓફિસર્સના માસિક પેંશનમાં પણ 40000 રૂપિયાનો તોતિંગ ઘટાડો કરાયો છે.
4/5

30 સપ્ટેમ્બરની આ અધિસુચના પહેલા સૈન્ય ઓપરેશનમાં 100 ટકા વિકલાંગતા મેળવનાર સૈનિકો અને ઓફિસર્સનું પેંશન તેમના અંતિમ પગારધોરણ મુજબ નક્કી થતું હતું. આ ઉપરાંત તેમને પેંશનનું સર્વિસ કંપોનંટ પણ મળતું હતું, જે તેમની છેલ્લી સેલેરીના 50 ટકા જેટલું હતું. આ નવા નિયમ પહેલી જાન્યૂઆરી 2016થી લાગૂ કરાયા છે જેને સરકારે નવા પગારપંચ સાથે જોડી દીધા છે.
5/5

નવા નિયમો મુજબ સર્વિસ કંપોનંટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. પરંતુ સ્લેબ સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે. જે ટકાવારીની જૂની સિસ્ટમની સામે ઘણી ઓછી છે. સેનામાં એક સૈનિકને પાંચ વર્ષની નોકરી બાદ 30,400 રૂપિયાનો પગાર મળે છે. ત્યારે 100 ટકા વિકલાંગતાની સ્થિતિમાં સૈનિકને માત્ર 12000 રૂપિયા પ્રતિમાસ પેંશન મળશે. તે જ રીતે 10 વર્ષની સેવા બાદ એક મેજર કક્ષાના અધિકારીને 98,300 રૂપિયાનો પગાર મળે છે. પરંતુ હવે વિકલાંગતાની સ્થિતિમાં તેમને માત્ર 27000 રૂપિયા જ પ્રતિમાસ પેંશન તરીકે મળશે.
Published at : 10 Oct 2016 03:11 PM (IST)
View More





















