મૃતકોને 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જાહેર કરવામાં આવી છે.
2/4
ઘટના સવારે 6 વાગે બની હતી. આ સમયે લોકોએ તીવ્ર ઝટકો અનુભવ્યો હતો. મુસાફરો કંઈ સમજે તે પહેલા જ ટ્રેનના છ પાટા ડબ્બા પરથી ઉતરી ગયા હતા. મૃતકમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક તંત્ર અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ દુર્ઘટના સ્થળ પર પહોંચી જઈને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.
3/4
રાયબરેલીઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. દિલ્હી-માલદા ન્યૂ ફરક્કા એક્સપ્રેસના 9 ડબ્બા હરચંદપુર રેલવે સ્ટેશનથી થોડે દૂર પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાં હાલ 7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનામાં 35 લોકો ઘાયલ થયા છે અને 9 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહ્યું છે.
4/4
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની માહિતી મેળવી છે અને ડીએમ, એસપીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવાનો આદેશ કર્યો હતો. તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.