મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનની નેશનલ પ્રેસિડન્ટ નાઝનીન અંસારીએ કહ્યું કે, ‘ભગવાન રામ અમારા પૂર્વજ છે. અમે ધર્મ અને નામ બદલી શકીએ છીએ, પરંતુ પોતાના પૂર્વજને કેવી રીતે બદલી શકીએ. દીવાળી પર શ્રીરામની આરતીથી એક તરફ હિંદુ-મુસ્લિમ વચ્ચેનું અંતર ઘટે છે, તો ઈસ્લામની ઉદારતા પણ સૌની સામે આવ છે.’
2/5
કાર્યક્રમના વિશિષ્ટ અતિથિ પંચગંગા ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો. હેમંત ગુપ્તાએ કહ્યું કે, સાંપ્રદાયિકતા સૌથી મોટો પડકાર છે. મુસ્લિમ મહિલાઓએ શ્રીરામની આરતી કરી સદ્ભાવનાનો સંદેશ આપ્યો છે.
3/5
આયોજનમાં મોટી સંખ્યામાં જોડાયેલી મુસ્લિમ મહિલાઓએ પાતાલપુરી મઠના મહંત બાલકદાસની હાજરીમાં થાલીને વિધિવત સજાવી આરતી ઉતારી. તે પછી ફૂલમાં શ્રી રામ લખ્યા બાદ ઉર્દૂમાં રચિત હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉર્દૂમાં લખેલી શ્રી રામની આરતી અને શ્રી રામ પ્રાર્થના પુસ્તકનું વિમોચન કરાયું.
4/5
હનુમાન જયંતી અને નાની દીવાળી પ્રસંગે બુધવારે મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન તરફથી શ્રીરામ મહાઆરતીનું આયોજન કરાયું હતું. મુસ્લિમ મહિલાઓએ સાંપ્રદાયિક અને અજ્ઞાનતાના અંધકારને નાબૂદ કરવા માટે ‘રામનામ’ દીપક પણ પ્રગટાવ્યો.
5/5
વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસીમાં નાની દિવાળીના દિવસે મુસ્લિમ મહિલાઓએ ભગવાન રામની આરતી ઉતારી લોકોને એકતાનો સંદેશ આપ્યો છે. આરતી બાદ મુસ્લિમ મહિલાઓએ દિવાળીની ખુશીઓ એકબીજા સાથે વહેંચી.