સૈનીએ પીડિત યુવતીને અપીલ કરી હતી કે તે સામે આવે અને મારો સંપર્ક કરે.હું તેને ન્યાય અપાવીશ. આ અંગે ડીસી સુનીતા વર્માએ એસપી સાથે વાત કરી હતી અને પોલીસ તપાસ કરી રહી છે.
2/6
પીડિતાએ પોલીસ પર કાર્યવાહી ન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે, મારી માતાનું મોત થઇ ચૂક્યું છે અને પિતા મજૂરી કામ કરે છે. તેણે પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે મદદ કરવાને બદલે આરોપીનો સાથ આપ્યો હતો. પોલીસને આરોપી દર મહિને બે લાખ રૂપિયા પહોંચાડે છે જેથી કોઇ કાર્યવાહી કરતી નથી.
3/6
વધુમાં પત્રમાં પીડિતાએ જણાવ્યું કે, બાદમાં આરોપીએ પીડિતાની મજબૂરીનો લાભ લઇને અંબાલા રોડ પર બનેલી હોટલમાં બોલાવતો હતો અને તેની પાસે દેહવ્યાપાર કરાવતો હતો. પીડિતાએ જણાવ્યું કે, તેણે આઠ-દસ યુવતીઓને આ રીતે ફસાઇ હોઇ શકે છે.
4/6
પત્રમાં પીડિતાએ જણાવ્યું કે, તે કોલજમાં ભણે છે અને તેને એક યુવક સાથે પ્રેમ થયો હતો. યુવકે લગ્નની લાલચ આપીને એક હોટલમાં તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. બાદમાં સતત યુવક સંબંધ બાંધતો રહ્યો હતો. એક દિવસે આરોપીના મામાએ તેની છેડતી કરી હતી. જેનો વિરોધ કરવા પર આરોપીએ ધમકી આપી કે જો વિરોધ કરીશ તો તેનો વીડિયો વાયરલ કરી દેશે.
5/6
ચંડીગઢઃ હરિયાણાના કૈથલમાં વિદ્યાર્થીનીને વૈશ્યાવૃતિમાં ધકેલી દેવાનો મામલો સામે આવ્યો છે. હવે આ મામલે પીડિતાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજકુમાર સૈનીને પત્ર લખી મદદ માંગી છે. પીડિતાએ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે એક યુવકે તેની સાથે પ્રેમનું નાટક કરી તેની સાથે સંબંધ બાંધ્યો હતો અને તેનો વીડિયો બનાવી લીધો હતો. બાદમાં આરોપીએ વીડિયો મારફતે બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો અને તેને વૈશ્યાવૃતિ કરવા મજબૂર કરી હતી. એટલું જ નહી પીડિતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસે કાર્યવાહી કરવાને બદલે આરોપીને ત્યાં બોલાવ્યો હતો અને પોલીસ સામે આરોપીએ તેની સાથે મારપીટ કરી હતી.
6/6
ભાજપના સાંસદ રાજકુમાર સૈનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પીડિતાએ લખેલા પત્રની વિગતો જણાવી હતી. સાંસદે આ મામલે જિલ્લા નાયબ પોલીસ કમિશનર સુનીતા વર્માને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. સાંસદ સૈનીએ જણાવ્યું કે, થોડા દિવસો અગાઉ તેને કૈથલની યુવતીએ પત્ર મળ્યો છે. પત્રમાં યુવતીએ મદદ માંગી છે.