આ મામલે આયશા, નંદિની, અને રાજેન્દ્રને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે, જ્યારે પવન અને ધીરજની શોધ ચાલી રહી છે.
2/4
પોલીસના જણાવ્યાનુસાર, આયશાએ આ કામ માટે પોતાની ભત્રીજી નંદિની વિશ્વકર્મા પાસેથી પ્રોફેશનલ ક્રિમિનલની મદદ લેવાનું કહ્યું હતું. તેના માટે આયશાએ ભત્રીજીને પાંચ લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું.
3/4
પત્નીએ દલીલ કરી કે તેનો પતિ રંગીલા મિજાજનો હતો અને અનેક સ્ત્રીઓ સાથે તેના સંબંધ હોવાની જાણ થઈ હતી. એટલું જ નહું પત્નીએ કહ્યું કે, પતિએ પોતાની દીકરી પર જ ખરાબ નજર હોવાના જાણ થતાં તે માત્ર પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખવા માગતી હતી અને તેના માટે તેણે સોપારી આપી હતી. પરંતુ તેણે જે લોકોને પ્રાઈવેટ પાર્ટ કાપવાની સોપારી આપી હતી તેમણે ડોક્ટરની હત્યા જ કરી નાંખી.
4/4
જબલપુરઃ મધ્ય પ્રદેશના જબલપુરમાં 12 જૂનના રોજ થયેલ સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. શફતુલ્લા ખાનની હત્યા મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. એસપી શશિકાંત શુક્લા અનુસાર ડોક્ટરની હત્યાનું ષડયંત્ર બીજા કોઈએ નહીં પણ તેની પત્ની આયશાએ અન્ય ચાર લોકો સાથે મળી રચ્યું હતું. જોકે, ડોક્ટરની પત્નીએ પોતાના બચાવમાં કંઈક અન્ય દલીલ રજૂ કરી છે.