ગનગપ્પા સામે આઈપીસીની કલમ 354 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ બાદ રાજુને બુધવારે મુંબઈની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઈન્ડિગો તરફથી આ બનાવ અંગે કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
2/5
ત્યાર બાદ આ પેસેન્જરને તેના સામાને સાથે ફ્લાઈટમાંથી નીચે ઉતારી મૂકવામાં આવ્યો હતો. એરપોર્ટના સ્ટાફે તેને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ને સોંપી દીધો હતો. ત્યાર બાદ એરપોર્ટ પોલીસે યુવકને કસ્ટડીમાં લીધો હતો.
3/5
એટેન્ડેન્ટે જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે યુવકે તેની સાથે ગેરવર્તન કર્યું હતું અને તેને અપશબ્દો કહ્યા હતા. આ બનાવ મંગળવારે બન્યો હતો. યુવતીએ આ અંગેની ફરિયાદ પોતાના ઉપરી અધિકારીને કરી હતી.
4/5
પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવક રાજુ ગનગપ્પા બેંગલુરુનો નિવાસી છે. એટેન્ડેન્ટ જ્યારે યુવકની બાજુમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તે કાબૂ ગુમાવી બેઠો હતો અને તેના શરીરને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને તેના શરીરને દબાવ્યું હતું.
5/5
મુંબઈઃ ઈન્ડિગોની 20 વર્ષીય ફ્લાઈટ એટેન્ડેન્ટની છેડતી કરવાના આરોપમાં પોલીસે 28 વર્ષના એક યુવકની ધરપકડ કરી છે. આ ફ્લાઈટ બેંગલુરુથી મુંબઈ માટે રવાના થવાની હતી. ફ્લાઈટ જ્યારે મુંબઈ માટે રવાના થવાની તૈયારીમાં જ હતી ત્યારે જ યુવકે તેની સીટની બાજુમાંથી પસાર થઈ રહેલી 20 વર્ષની એટેન્ડેન્ટના શરીર પર હાથ ફેરવીને તેની શારીરિક છેડતી કરી હતી.