શોધખોળ કરો

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો; પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના પતિઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લાગ્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હારીજ પાલિકાના મહિલા હોદ્દેદારોના પતિઓનો લોકોએ ઘેરાવ કર્યો.
  • વરસાદી પાણી ભરાવા, ભ્રષ્ટાચાર મુદ્દે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો.
  • પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનના પતિઓને લોકોએ ઘેરી લીધા.
  • આ વીડિયો વાયરલ થતાં 'પતિરાજ' પ્રથા ફરી ચર્ચામાં.
  • 'પતિરાજ' સામે આક્રોશ: હારીજમાં મહિલા હોદ્દેદારોના પતિઓને લોકોએ રસ્તા પર ઘેર્યા.
  • પાણી અને ભ્રષ્ટાચાર: લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યા અને ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત.
  • સ્થાનિકોનો રોષ: મોડેથી સ્થળ પર પહોંચેલા પતિઓને લોકોએ બરાબરના આડે હાથ લીધા.
  • વીડિયો વાયરલ: પતિઓનો ઉધડો લેતો સ્થાનિકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.
  • રાજકીય ચર્ચા: મહિલા હોદ્દેદારોના બદલે પતિઓ દ્વારા ચાલતા વહીવટ સામે સવાલો ઉઠ્યા.

Harij Nagarpalika viral video: ગુજરાતમાં ચૂંટાયેલી મહિલાઓના બદલે તેમના પતિઓ દ્વારા જ વહીવટ ચલાવવાની પ્રથા નવી નથી, પરંતુ પાટણ જિલ્લાની ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં આ 'પતિરાજ' ચલાવવું ભારે પડી ગયું છે. હારીજમાં વરસાદી પાણીના નિકાલના અભાવે અને ભ્રષ્ટાચારના મુદ્દે ત્રસ્ત લોકોએ નગરપાલિકાના મહિલા હોદ્દેદારોના પતિઓનો જાહેરમાં ઘેરાવ કર્યો હતો. ઘણા દિવસો પછી પરિસ્થિતિ જોવા ગયેલા આ પતિઓને સ્થાનિકોએ બરાબરના આડે હાથ લીધા હતા, જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

વધુ વિગતવાર વાત કરીએ તો, હારીજ નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. વરસાદ રોકાઈ ગયા બાદ પણ અનેક સોસાયટીઓમાં ભરાયેલા પાણીનો કોઈ જ નિકાલ ન આવતા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. આ સ્થિતિ વચ્ચે, જ્યારે નગરપાલિકાના હોદ્દેદારોના પતિઓ મોડે મોડે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા, ત્યારે લોકોની ધીરજ ખૂટી ગઈ હતી. લોકોએ કંટાળીને આ તમામનો ચોમેરથી ઘેરાવ કરી લીધો હતો.

વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્થાનિક લોકો ભારે ગુસ્સામાં છે. રોષે ભરાયેલા ટોળાએ હારીજ નગરપાલિકાના પ્રમુખ ધરતીબેનના પતિ ધર્મેશભાઈ, ઉપપ્રમુખ કિંજલબેનના પતિ ચક્ષુ મહેતા અને કારોબારી ચેરમેન હેતલબેનના પતિ રમેશ ઠાકોરને રસ્તા વચ્ચે જ ઘેરી લીધા હતા. લોકોએ આ પતિઓને પાણીની સમસ્યા મુદ્દે તીખા સવાલો કર્યા હતા અને પાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના સીધા આક્ષેપો પણ લગાવ્યા હતા.

આ પણ વાંચોઃ

નગરપાલિકામાં પડવું આ નગરસેવકોના પતિઓ માટે મુસીબત બની ગયું હતું. લાંબા સમયથી પાણી ભરાયેલા રહેવાને કારણે પડતી મુશ્કેલીઓથી ત્રસ્ત લોકોએ એકસાથે આ પતિઓનો ઉધડો લીધો હતો. મહિલા નગરસેવકોના નામે વહીવટ ચલાવતા આ પતિઓને સ્થાનિકોના ભયંકર આક્રોશનો ભોગ બનવું પડ્યું છે, જેનો આ વાયરલ વીડિયો હાલ સમગ્ર પંથકમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Frequently Asked Questions

હારીજ નગરપાલિકામાં શું ઘટના બની?

વરસાદી પાણીના નિકાલના અભાવે અને ભ્રષ્ટાચારના મુદ્દે ત્રસ્ત લોકોએ નગરપાલિકાના મહિલા હોદ્દેદારોના પતિઓનો જાહેરમાં ઘેરાવ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

નગરપાલિકાના હોદ્દેદારોના પતિઓને શા માટે ઘેરવામાં આવ્યા હતા?

વર્ષોથી વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા અને પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા હતા. મોડે મોડે નિરીક્ષણ કરવા પહોંચેલા પતિઓ પર લોકો રોષે ભરાયા.

આ ઘટનામાં કયા નગરસેવકોના પતિઓ સામેલ હતા?

નગરપાલિકા પ્રમુખ ધરતીબેનના પતિ ધર્મેશભાઈ, ઉપપ્રમુખ કિંજલબેનના પતિ ચક્ષુ મહેતા અને કારોબારી ચેરમેન હેતલબેનના પતિ રમેશ ઠાકોરને ઘેરવામાં આવ્યા હતા.

લેખમાં ઉલ્લેખિત 'પતિરાજ' શું છે?

'પતિરાજ' એટલે ચૂંટાયેલી મહિલાઓના બદલે તેમના પતિઓ દ્વારા જ વહીવટ ચલાવવાની પ્રથા. હારીજમાં આ જ પ્રથાને કારણે લોકોનો રોષ ફાટી નીકળ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Advertisement

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget