શોધખોળ કરો
9 ફેબ્રૂઆરીએ શા માટે મનાવાય છે ચોકલેટ ડે? જાણવા જેવો છે આ દિવસનો ઇતિહાસ
વેલેન્ટાઇન વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે.શું આપ જાણો છો આ દિવસ મનાવવા પાછળ પણ એક ઇતિહાસ છે. શું છે ચોકલેટ ડેનો ઇતિહાસ જાણીએ....

ફેબ્રુઆરી એટલે સૌથી રોમેન્ટિક મહિનો. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે મનાવાય છે. આ અવસરને પ્રેમના એકરારના દિવસ રૂપે માનવામાં આવે છે.આ કારણે જ દરેક યંગસ્ટરનો આ ફેવરિટ દિવસ છે. યુવાનો આ દિવસની આતુરતાથી રાહ જુવે છે. જે રીતે વેલન્ટાઇન ડે પાછળ એક ઇતિહાસ છે. તેવી જ રીતે ચોકલેટ ડેનો પણ એક ઇતિહાસ છે. 9 ફેબ્રુઆરીએ ચોકલેટ મનાવવામાં આવે છે. પરંતુ શું આપ જાણો છો કે, ચોકલેટ ડે શા માટે મનાવાયા છે? ચોકલેટ ડેનો ઇતિહાસ 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે મનાવાયા છે. ફુલ આપીને જે રીતે પ્રેમનો એકરાર કરાય છે ત્યારબાદ ત્રીજા દિવસે ચોકલેટ ડે મનાવાય છે. જેમાં એક બીજાને ચોકલેટ આપવામાં આવે છે. જેનો અર્થ એવો છે કે, સંબંધમાં મીઠાસ ભરવાનો, પ્રપોઝ ડે બાદ શગુન માટે ચોકલેટ અપાઇ છે. જો કે ચોકલેટનો ઇતિહાસ 4 હજાર પૂર્વનો છે,. ચોકલેટ બનાવવાનો શ્રેય અમેરિકાના જાય છે. ચોકલેટનો શરૂઆતમાં સ્વાદ તૂરો અને કડવો હતો. ચોકલેટ કોકોથી બનાવવામાં આવતી હતી. અમેરિકામાં તેના મોટી સંખ્યામાં વૃક્ષો છે. આફ્રિકામાં પણ કોકોના વૃક્ષો જોવા મળે છે. 70 ટકા કોકો આફ્રિકાથી આયાત કરાય છે. રિસર્ચ મુજબ ચોકલેટથી મૂડ સારો રહે છે અને લવલાઇફ સારી રહે છે. ચોકલેટમાં થિયોબ્રોમીન અને કેફીન હોય છે.ચોકલેટ ખાવાથી માઇન્ડમાંથી એન્ડોરફિન રિલીઝ થાય છે.જેના કારણે રિલેક્સ ફીલ થાય છે.ચોકલેટ સ્વાદિષ્ટ હોવાની સાથે શરીને એનર્જી પણ આપે છે. ચોકલેટ સ્વાસ્થ્ય માટે લાભકારી છે અને તે બેડ કોલેસ્ટ્રોલની માત્રાને પણ ઘટાડે છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
ક્રિકેટ





















