Aadhaar Card: આ આધાર કાર્ડમાં બાયૉમેટ્રિક અપડેટ પર નથી લાગતો ચાર્જ, કોઇ એક્સ્ટ્રા પૈસા માંગે તો અહીં કરો ફરિયાદ
આધાર કાર્ડમાં બાયૉમેટ્રિક અને અન્ય જાણકારી અપડેટ કરાવવા માટે સેન્ટર પર જવાનુ હોય છે. આ સ્રવિસ માટે લોકો પાસે કેટલોક ચાર્જ વસૂલ કરવામાં આવે છે,
![Aadhaar Card: આ આધાર કાર્ડમાં બાયૉમેટ્રિક અપડેટ પર નથી લાગતો ચાર્જ, કોઇ એક્સ્ટ્રા પૈસા માંગે તો અહીં કરો ફરિયાદ Aadhaar Alert: uidai no any charge on biometric in baal aadhaar card, read how to registered complaint Aadhaar Card: આ આધાર કાર્ડમાં બાયૉમેટ્રિક અપડેટ પર નથી લાગતો ચાર્જ, કોઇ એક્સ્ટ્રા પૈસા માંગે તો અહીં કરો ફરિયાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/64ec88ebb7b7e90926e6753fa0d4ca83167040012733077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Aadhaar Card Update: આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ બની ચૂક્યુ છે. જેનો ઉપયોગ અત્યારે દેશમાં લગભગ તમામ જરૂરી અને મહત્વના કામોમાં થઇ રહ્યો છે. સ્કૂલથી લઇને બેન્કો સુધી આધાર કાર્ડ ફરજિયાત છે. આ કારણે UIDAI તરફથી બાળકો માટે પણ આધાર કાર્ડ આપવામાં આવે છે. આવામાં જો આધાર કાર્ડ અપડેટ (Aadhaar Card Update) નથી કરવામાં આવતુ તો તમે મુશ્કેલીઓમાં મુકાઇ શકો છો. આધાર કાર્ડને ઓનલાઇને અને ઓફલાઇન બન્ને રીતે તેને અપડેટ કરાવી શકો છો. ઓનલાઇન રીતે અમૂક જ વસ્તુઓ અપડેટ કરાવવામાં આવી શકે છે.
જોકે, આધાર કાર્ડમાં બાયૉમેટ્રિક અને અન્ય જાણકારી અપડેટ કરાવવા માટે સેન્ટર પર જવાનુ હોય છે. આ સ્રવિસ માટે લોકો પાસે કેટલોક ચાર્જ વસૂલ કરવામાં આવે છે, આને લઇને UIDAI એ જાણકારી આપી છે કે, જો કોઇ Aadhaar Card અપડેટ કરાવવા પર વધુ ચાર્જ વસૂલ કરી રહ્યું છે, તો તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો.
બાળ આધાર કાર્ડ અપડેટ માટે કોઇ ચાર્જ નથી -
યૂઆઇડીએઆઇ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, બાળ આધાર કાર્ડમાં બાયૉમેટ્રિક જાણકારી 5 વર્ષ કે 10 વર્ષ બાદ અપડેટ કરાવવાની હોય છે. જો આ જાણકારી અપડેટ નથી કરાવવામાં આવતી, તો આધાર કાર્ડ ઉપયોગ નથી કરવામાં આવતો.
UIDAI એ ટ્વીટર પર જાણકારી આપી છે કે, બાળ આધાર કાર્ડને એનરૉલ કરાવવા કે બાયૉમેટ્રિક અપડેટ કરાવવા માટે કોઇ ચાર્જ નથી વસૂલવામાં આવતો.
એક્સ્ટ્રા ચાર્જ વસૂલે કોઇ તો કરો આ કામ -
આધાર કાર્ડ આપનારી સંસ્થાએ કહ્યું કે, જો બાળ આધારને અપડેટ કરાવવા પર કોઇ એક્સ્ટ્રા ચાર્જ વસૂલ કરે છે, તો તમે 1947 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. આ ઉપરાંત તમે યૂઆઇડીએઆઇને help@uidai.gov.in પર મેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો, જો ફરિયાદ યોગ્ય નીકળશે તો સેન્ટર પર કાર્યવાહી કરવામાં આવશે. આધાર કાર્ડ સંબંધિત કોઇપણ જાણકારી માટે આ નંબર અને મેઇલનો ઉપયોગ કરી શકો છો.
આધાર કાર્ડ અપડેટ કરાવવા પર કેટલો લાગે છે ચાર્જ -
UIDAI તરફથી જાણકારી આપવામાં આવી છે કે, કોઇપણ ડેમોગ્રાફિક ડિટેલ જેવી કે નામ, સરનામુ, લિંગ, જન્મતિથી, ભાષા, મોબાઇલ નંબર અને ઇમેલ માટે 50 રૂપિયા અને બાયૉમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા આપવાના હોય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)