Health Tips:વારંવાર આ કારણે થાય છે UTIની સમસ્યા, જાણો યુરીન ઇન્ફેકશનનું કારણ
UTI Problem: મહિલાઓને યુટીઆઈ વધુ થાય છે. આ રોગમાં તીવ્ર બળતરા અને પેશાબ કરવામાં દુખાવો થાય છે. UTI ના કિસ્સામાં શું કાળજી લેવી તે જાણો...
![Health Tips:વારંવાર આ કારણે થાય છે UTIની સમસ્યા, જાણો યુરીન ઇન્ફેકશનનું કારણ Cause of uti urinary tract infection symptoms and treatment Health Tips:વારંવાર આ કારણે થાય છે UTIની સમસ્યા, જાણો યુરીન ઇન્ફેકશનનું કારણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/19/fa4833a0bcd2aba399756e808e670908_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UTI Problem: મહિલાઓને યુટીઆઈ વધુ થાય છે. આ રોગમાં તીવ્ર બળતરા અને પેશાબ કરવામાં દુખાવો થાય છે. UTI ના કિસ્સામાં શું કાળજી લેવી તે જાણો...
યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (યુટીઆઈ) સ્ત્રીઓમાં સામાન્ય સમસ્યા છે. આમાં મહિલાઓને ઘણી તકલીફ પડે છે. પેટમાં સખત દુખાવો, બળતરા થાય છે. UTI માં, બેક્ટેરિયા ટોઇલેટ દ્વારા અંદર પહોંચે છે અને કેટલીકવાર તેઓ કિડની, મૂત્રાશય અને તેમને જોડતી નળીઓને પણ અસર કરે છે. જો UTI ની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો આ ચેપ મૂત્રાશયથી કિડની સુધી ફેલાઈ શકે છે. તેની અસર કિડની પર પણ પડે છે. ચાલો જાણીએ કે શા માટે મહિલાઓને વારંવાર UTI ઈન્ફેક્શન થાય છે.
યૂટીઆઇ લક્ષણો
યૂટીઆઇના કારણે બ્લેડરમાં ઇન્ફેકશન થાય છે. યુરીન ટેસ્ટથી તે જાણી શકાય છે. યૂટીઆઇના લક્ષણો જાણી લઇએ
- પેશાબ કરતી વખતે બળતરા
- વારંવાર ટોઇલેટ જવું
- પેટના નીચેના ભાગમાં દુખાવો
- ટોઇલેટમાં દુર્ગંધ આવવી
- પીઠના નીચેના ભાગમાં દુખાવો
- તાવ આવવો
- ઠંડી લાગવી
- ઉલ્ટી થવી
શા માટે વારંવાર થાય છે યૂટીઆઇ
1- જ્યારે ઈ-કોલી બેક્ટેરિયા શૌચાલય દ્વારા મૂત્રાશય સુધી પહોંચે છે. તેથી આ એક ચેપ છે.
2- પુરૂષો કરતા મહિલાઓને યુટીઆઈ થવાની સંભાવના વધુ હોય છે.
3- ઓછું પાણી પીવાથી પણ આ ઈન્ફેક્શન થાય છે.
4- કેટલાક કિસ્સાઓમાં, લાંબા સમય સુધી ટોઇલેટ રોકવાથી અને જાહેર શૌચાલયનો ઉપયોગ કરવાથી પણ આ સમસ્યા થાય છે.
5- કેટલાક લોકોને કિડનીમાં પથરી હોય તો પણ ઈન્ફેક્શન થઈ જાય છે
યૂટીઆઇનો ઇલાજ શું છે?
આ સમસ્યામાં ડોક્ટર વધુ પાણી પવાની સલાહ આપે છે. જેના કારણે લિકવિડ દ્રારા બેક્ટેરિયા યુરીન દ્રારા બહાર નીકળી જાય છે. ડાયાબિટિસ અને સ્ટોનના પેશન્ટને આ સમસ્યાનું જોખમ વધુ રહે છે.
યૂટીઆઇથી બચાવ શું કરશો
- ખૂબ પાણી પીવો
- ફિઝિકલ રિલેશન પહેલા અને બાદ વોશ રૂમ જવું
- પ્રાઇવેટ પાર્ટસ સારી રીતે ક્લિન કરો
- હાઇજીન સ્પ્રેનો ઉપયોગ ન કરો
- નાહ્વામાં બાથ ટબનો ઉપયોગ કરો
- પેશાબને વધુ સમય ન રોકો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)