શોધખોળ કરો

Weight Loss: આ 5 ફૂડને કરો ડાયટમાં સામેલ ત્વચાના નિખાર સાથે ઉતરશે વજન

જો આપ વજન ઓછું કરવા માંગતા હો તો ખાવામાં આ 5 ફળને અવશ્ય સામેલ કરો, તેને ખાવાથી આપની ભૂખ પણ શાંત થઇ જશે અને વજન પણ નહીં વધે.

Weight Loss: જો આપ વજન ઓછું કરવા માંગતા હો તો ખાવામાં આ 5 ફળને અવશ્ય સામેલ કરો, તેને ખાવાથી આપની ભૂખ પણ શાંત થઇ જશે અને વજન પણ નહીં વધે.

જો આપ વજન ઓછું કરવા માંગતા હો તો ખાવામાં આ 5 ફળને અવશ્ય સામેલ કરો, તેને ખાવાથી આપની ભૂખ પણ શાંત થઇ જશે અને વજન પણ નહીં વધે. ફળોમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ મળે છે. તેનાથી આપને એનર્જી મળશે અને લાંબા સમય સુધી ભૂખ પણ નહી લાગે

પપૈયા
વજન ઉતારવા માટે પપૈયું એક ઉત્તમ ફળ છે. પપૈયામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર હોય છે. તેથી તે વજન ઉતારવામાં કારગર છે. તે પાચન ક્રિયાને હેલ્ધી રાખવામાં પણ મદદરૂપ થાય છે. પપૈયાથી મેટાબોલિજમ સારૂં રહે છે. જેથી જ્યારે પણ ભૂખ લાગે એક બાઉલ પપૈયા ખાઇ લો તેનાથી તરત જ એનર્જી મળશે.

સફરજન
આમ  તો સફરજન ફળોનો રાજા છે.આ ફળ સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. સફજનમાં બધા જ પોષક તત્વો મળશે, સફરજનમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અને કેલેરી ખૂબ જ ઓછી હોય છે જેથી વેઇટ લોસમાં મદદ મળે છે. બ્લડ શુગર ઓછું કરવામાં, બોડીને ડિટોક્સ કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સફરજન ફાયદાકારક છે.

પાઇનએપ્પલ
વજન ઉતારવા ઇચ્છતા લોકો માટે પાઇનેપલ પણ બેસ્ટ ફ્રૂટ છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે આપણા આંતરડાને સાફ કરવાનું કામ કરે છે. પેટ સાફ કરવા માટે પણ પાઇનેપલ ખાવાની સલાહ અપાય છે. તેમાં બ્રોમોલેન  એન્જાઇમ હોય છે. જે પાચન તંત્રને મજબૂત રાખે છે અને તેના કારણે પણ વજન ઉતારવામાં મદદ મળે છે.

સ્ટ્રોબેરીઝ
સ્ટ્રોબેરી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તે ટોક્સિનને બહાર કાઢે છે. હૃદય સંબંધિત સમસ્યામાં પણ તે ઓષધનું કામ કરે છે. ભૂખ લાગે ત્યારે સ્ટ્રોબેરી ખાઇ શકાય તેનાથી વજન વધતું નથી અને ભૂખ પણ સંતોષાય છે

જામફળ
એક જામફળ એક સફરજન સમાન છે. જામફળમાં પણ ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જેના કારણે પેટ ભરાઇ જાય છે. આ સિવાય ઇમ્યુનિટી વધારવા માટે જામફળ ખાવું જોઇએ. તેમાં વિટામિન સી પણ ભૂરપૂર માત્રામાં હોય છે. તે વજન ઘટાડતું એક ઉત્તમ ફળ છે ઉપરાંત તે ડાયાબિટીશ, કેન્સર, હાઇબ્લડ પ્રેશર, અપચો જેવી બીમારીમાં પણ ફાયદાકારક છે.

Health Tips: ગેસ અને પેટ ફુલી જવાની સમસ્ચામાં રામબાણ ઇલાજ છે આ ડ્રિન્ક, રૂટીનમાં કરો સામેલ

વજન ઓછું કરવામાં અને પેટ ફુલવાની સમસ્યામાં રામબાણ ઇલાજ છે આ ડ્રિન્ક, દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી 2 મહિનામાં પેટ ફુલવાની સમસ્યાથી મળશે છૂટકારો

અનિયમિત જીવનશૈલી અને આહારશૈલીના કારણે મેદસ્વિતા હવે સામાન્ય રીતે મોટા ભાગના લોકોમાં જોવા મળતી સમસ્યા છે. મેદસ્વીતાથી મુક્તિ મેળવવા માટે જિમ, વોકિંગ અને ડાયટિંગ સહિતના અનેક ઉપાય લોકો કરે છે. જો કે ઘણી વખત લાખ કોશિશ થતાં મેદસ્વીતાથી છૂટકારો નથી મળતો, મેદસ્વીતાથી પીડિત લોકો માટે આ ઘરેલુ નુસખો ખૂબ જ કારગર છે.

મેદસ્વીતાથી પીડિત લોકો માટે જીરાનું પાણી એક ઉત્તમ અને સરળ સસ્તો ઘરેલુ ઉપાય છે. એક અધ્યયનમાં જોવા મળ્યું કે, 78 મેદસ્વી લોકોને 2 મહિના માટે દિવસમાં ત્રણ વખત જીરાનું પાણી આપવામાં આવ્યું, આ અધ્યયનના તારણમાં જોવા મળ્યું કે,  78 લોકોના પેટના આકારને ફ્લેટ કરવામાં અને ઇન્સુલિન  સંવેદનશીલતામાં સુધાર કરવામાં આ ઉપાય ખૂબ જ કારગર છે.

આયુર્વૈદ મુજબ જીરામાં ડાયાબિટિસ મારક ગુણ જોવા મળે છે. જીરા પાણી શુગર લેવલને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. ડાયાબિટીશના દર્દીમાં જીરા પાણીનું સેવન ફાયદાકારક છે. જીરા પાણી શરીરને ઇન્સુલિન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે અને રક્ત શર્કરાનું સ્તરને ઓછું કરવામાં ખૂબ જ ફાયદા કારક છે.

જીરામાં એવા યોગિક શક્તિશાળી ગુણો છે કે, જે શરીરને ફ્રીરેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે પ્રાકૃતિક રીતે  લિવરના ડિટોક્સીફિકેશને સપોર્ટ કરવાની સાથે અપશિષ્ટને પણ શરીરમાંથી બહાર કાઢવામાં સહાયક છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

જીરામાં એન્ટીએસેડિક રસાયણ હોય છે. જે ઇરેટેબલ  બાઉલ સિન્ડ્રોમની સમસ્યાથી બચાવે છે. ઉપરાંત જીરા પાણીના સેવનથી અપચો, પેટ ફુલી જવું જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. તે આંતરડા માટે પણ હિતકારી છે.

જીરા પાણી બનાવવાની રીત
રાત્રે 2 ચમચી જીરૂ પાણીમાં પલાળી દો. સવારે આ જીરાના પાણીમાં ઉકાળી લો અને તેનું પાણી ગાળીને  સવારે ભૂખ્યા પેટે પી જાઓ. બાકી રહેલું પલાળેલું જીરૂ ચાવી જાવ. આવું કરવાથી શરીરની ફેટ બર્ન થશે અને પેટ પર જામેલી ચરબી પણ ઉતરતી જશે. જીરા પાણી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે જેના કારણ હાર્ટ અટેકનો ખતરો પણ ટળે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
2023 સુધીમાં આ ક્ષેત્રમાં 28 લાખ નોકરીઓ મળવાનો અંદાજ, 105 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે GCC માર્કેટ
2023 સુધીમાં આ ક્ષેત્રમાં 28 લાખ નોકરીઓ મળવાનો અંદાજ, 105 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે GCC માર્કેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch VideoHun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp AsmitaHun To Bolish | નદી કે ગટર? | Abp AsmitaAmreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
2023 સુધીમાં આ ક્ષેત્રમાં 28 લાખ નોકરીઓ મળવાનો અંદાજ, 105 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે GCC માર્કેટ
2023 સુધીમાં આ ક્ષેત્રમાં 28 લાખ નોકરીઓ મળવાનો અંદાજ, 105 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે GCC માર્કેટ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
Myths Vs Facts: ટ્રેન્ડિંગ ડાયટ પ્લાનથી ઝડપથી ઘટાડી રહ્યા છો વજન તો જાણી લો આ ચોંકાવનારી વાત, બાદમાં થશે પસ્તાવો
Myths Vs Facts: ટ્રેન્ડિંગ ડાયટ પ્લાનથી ઝડપથી ઘટાડી રહ્યા છો વજન તો જાણી લો આ ચોંકાવનારી વાત, બાદમાં થશે પસ્તાવો
Cars Under Five Lakh: હવે ફક્ત પાંચ લાખ રૂપિયામાં મળશે ટાટાની આ કાર,  મળશે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
Cars Under Five Lakh: હવે ફક્ત પાંચ લાખ રૂપિયામાં મળશે ટાટાની આ કાર, મળશે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
Embed widget