મધ્યપ્રદેશમાં ડાન્સ કરતી યુવતીને હાર્ટ અટેક આવતા મૃત્યુ, નાની વયે હાર્ટ અટેકના એક્સ્પર્ટેસ દર્શાવ્યા આ કારણો
મધ્યપ્રદેશના વિદિશામાં સ્ટેજ પર ડાન્સ કરતી વખતે 23 વર્ષીય યુવતીનું અચાનક હાર્ટ એટેકથી મોત થયું હતું. ચાલો જાણીએ યુવાનોમાં હાર્ટ એટેકના કારણો અને લક્ષણો.

મધ્યપ્રદેશના વિદિશામાં સ્ટેજ પર ડાન્સ કરતી વખતે 23 વર્ષીય યુવતીનું અચાનક હાર્ટ એટેકથી મોત થયું હતું. રિપોર્ટ અનુસાર, યુવતીને તેની પિતરાઈ બહેનના લગ્નમાં ડાન્સ કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. મૃત્યુ પામેલી યુવતી લગ્નમાં હાજરી આપવા માટે ઈન્દોરથી વિદિશા આવી હતી.
રવિવારે વાયરલ થયેલા એક વીડિયોમાં, લગ્ન પહેલાના સંગીત સમારોહ દરમિયાન લોકપ્રિય હિન્દી ગીતો 'બડી મુશ્કિલ' અને 'શરારા શરારા'ની ધૂન પર લગભગ બે મિનિટ સુધી સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળે છે. શરૂઆતમાં આ દીકરી મસ્ત સંગીતની ધૂન પર ઝૂમી રહી છે પરંતુ બાદ અચાનક બેભાન થઈ જતાં ફંક્શનમાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તાબડતોબ દીકરીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. યુવતીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે જે રીતે યુવતીનું હાર્ટ એટેક આવ્યો આખરે યંગ લોકોને હાર્ટ અટેક આવી રહ્યાં છે તેનું કારણ શું છે.
યુવાન લોકોમાં હાર્ટ એટેકના કારણો
યુવાન લોકોમાં હાર્ટ એટેક ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ આજકાલ યુવાનોમાં જોખમ વધી રહ્યું છે. ડોકટરો ઘણીવાર કહે છે કે ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે આપણી રોજિંદી જીવનશૈલીને ઘણી અસર થાય છે. ધૂમ્રપાન, સ્થૂળતા, હાઈ બીપી અને ડાયાબિટીસ જેવી અસ્વસ્થ જીવનશૈલી હાર્ટ એટેક માટે જોખમી પરિબળો છે.
તણાવને કારણે, ધૂમ્રપાન, ધૂમ્રપાન, કસરતનો અભાવ જેવી બિનઆરોગ્યપ્રદ ટેવો પણ હાર્ટ અટેકનું કારણ બની શકે છે. આલ્કોહોલ અથવા કોકેન જેવી દવાઓ હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. જન્મજાત હૃદય રોગ ધરાવતા લોકોને પણ નાની ઉંમરે હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે, તેથી તમે તમારા જોખમને ઘટાડવા માટે કાર્ડિયોલોજિસ્ટની સલાહ લઈ શકો છો.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, મોટાભાગના લોકો શારીરિક તંદુરસ્તી પર ધ્યાન આપે છે, પરંતુ તેમનું માનસિક સ્વાસ્થ્ય સતત બગડતું રહે છે. જો લાંબા સમય સુધી આવું થાય તો તેઓ માનસિક બીમારીનો શિકાર બને છે અને તેની સીધી અસર હૃદય પર પડે છે.
હેલ્થ એક્સપર્ટે કહ્યું યુવાનોને હાર્ટ એટેક કેમ આવે છે?
વધુ પડતો તણાવ, ચિંતા, હતાશા અને અન્ય માનસિક સમસ્યાઓ હાર્ટ એટેકનું જોખમ વધારે છે. માનસિક સ્વાસ્થ્યનો સીધો સંબંધ તમારા હૃદય સાથે છે. જિમ હંમેશા ક્વોલિફાય ટ્રેનરની સૂચના મુજબ જ કરવું જોઈએ. આહારમાં સુધારો કરવો જોઈએ અને સપ્લિમેન્ટ્સ ન લેવા જોઈએ. આ સિવાય ખરાબ જીવનશૈલી, સિગારેટ અને દારૂ સહિતની કેટલીક ખરાબ આદતો પણ હૃદય માટે જોખમી છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )




















