Health tips: સાવધાન સવારે ખાલી પેટ આ ફળ ખાવાની ન કરો ભૂલ જાણો નુકસાન
સામાન્ય માન્યતા હોવા છતાં, ખાલી પેટ પર ફળો ખાવા યોગ્ય નથી . એકલા ફળ ખાવાથી બ્લડ સુગરનું સ્તર વધી શકે છે, જાણીએ ક્યું ફળ ખાસ કરીને ખાલી પેટ ન ખાવું જોઇએ. શું નુકસાન થાય છે
Health tips: ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે હંમેશા લાભકારી માનવામાં આવે છે પરંતુ ક્યું ફળ કેવા સમયે ખાવો તે પણ મહત્વપૂર્ણ છે. નહિતો ફળોની પણ આડઅસર થાય છે. ખાસ કરીને ખાટા ફળોનું ખાલી પેટ સવારે સેવન કરવાથી નુકસાન થાય છે. જાણીએ એવું ક્યું ફળ છે. જેનું ખાલી પેટ સેવન ન કરવું જોઇએ.
જ્યાં ખાલી પેટ સફરજન ખાવાના ઘણા ફાયદા છે, ત્યાં કેટલાક ગેરફાયદા પણ છે.કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોએ સવારે ખાલી પેટ સફરજનનું સેવન ન કરવું જોઈએ.
કહેવાય છે કે “વન એપલ એ ડે ડોક્ટર કીપ અવે” આ કહેવત બિલકુલ સાચી છે કારણ કે સફરજન પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં પ્રોટીન, ફાઈબર, આયર્નનું પ્રમાણ વધુ હોય છે. તે તમને ઉર્જાવાન બનાવે છે, પરંતુ ખાલી પેટ સફરજન ખાવાથી નુકસાન પણ થાય છે તો ફાયદા અને નુકસાન બંને વિશે વાત કરીએ.
ખાલી પેટ સફરજન ખાવાના ગેરફાયદા
સવારે ખાલી પેટ મોટી માત્રામાં સફરજન ખાવાથી પેટની બીમારી થઈ શકે છે કારણ કે સફરજનમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. જો કોઈ વ્યક્તિ તેને વધારે ખાય તો તેનાથી ઝાડા થઈ શકે છે. ગેસ અને એસિડિટીથી પીડિત લોકોએ પણ ખાલી પેટ સફરજન ખાવાનું ટાળવું જોઈએ, આ સાથે, કેટલાક લોકોને એલર્જીની પણ ફરિયાદ હોય છે, ચહેરા પર ફોલ્લીઓ દેખાય છે.સવારે વધુ પ્રમાણમાં સફરજનનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ સફરજનનું વધુ સેવન ન કરવું જોઈએ.
ખાલી પેટ સફરજન ખાવાના ફાયદા
ખાલી પેટે એક સફરજન ખાવું એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.સફરજનમાં આયર્ન, પ્રોટીન, વિટામિન K અને વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે, જેનાથી તમે દિવસભર ઉર્જાનો અનુભવ કરી શકો છો.
વજન ઘટાડવામાં મદદરૂપ
જો તમે વજનને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો સવારે ખાલી પેટ સફરજન ખાઓ. આનાથી તમે વજન ઘટાડવામાં સફળ રહી શકો છો, હકીકતમાં તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તમે વધુ પડતું ખાવાનું ટાળો છો અને ધીમે ધીમે તમારું વજન ઓછું થવા લાગે છે.
પોષક તત્વોનું શોષણ
સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર એન્ટીઓક્સીડેન્ટ વિટામીન હોય છે, જ્યારે તમે ખાલી પેટ સફરજનનું સેવન કરો છો તો શરીરમાં રહેલા તમામ પોષક તત્વો સરળતાથી શોષાઈ જાય છે.
કબજિયાતની સમસ્યા દૂર કરશે
સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, આવી સ્થિતિમાં રોજ એક સફરજન ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારશે
તમામ પ્રકારના રોગો સામે લડવા માટે શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. દરરોજ સવારે એક સફરજન ખાવાથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો. તેમાં વિટામિન સી પ્રોટીન અને આવા ઘણા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
આંખો માટે ફાયદાકારક
સફરજનનું સેવન આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે સફરજનમાં વિટામિન એ છે, તેથી જો રોજ સવારે ખાલી પેટ સફરજનનું સેવન કરવામાં આવે તો તેનાથી આંખોની રોશની વધી શકે છે.
હૃદય માટે ફાયદાકારક
ખાલી પેટ એક સફરજન ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. સફરજનમાં હાજર ફાઈબર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. આ સિવાય સફરજનમાં વિટામિન સી અને પોટેશિયમ હોય છે. આ તત્ત્વો હ્રદય રોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )