Onion: નાના બાળકોને ડુંગળી ખવડાવી જોઇએ કે નહીં? જાણો શું છે તેના ફાયદા નુકસાન?
Benefits Of Onion: તેમાં વિટામિન B6 હોય છે જે બાળકના મગજના વિકાસને પ્રોત્સાહન આપે છે અને તેની ઇમ્યૂન સિસ્ટમને સપોર્ટ કરે છે
Benefits Of Onion: જન્મ પછી બાળક 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ પીવે છે. આ પછી તેના આહારમાં અન્ય વસ્તુઓનો સમાવેશ થવા લાગ્યો છે. ફળોનો રસ અને શાકભાજી બાફીને ક્રશ કરીને એક વર્ષ સુધીના બાળકને આપી શકાય છે. ડુંગળીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, તેથી તેને બાળકના ડાયટમાં પણ સામેલ કરી શકાય છે.
બાળકો છ મહિનાની ઉંમરથી ડુંગળી ખાઈ શકે છે. તમારા બાળકને ખોરાક આપતી વખતે તમે તેનો સ્વાદ વધારવા માટે તેના ડાયટમાં ડુંગળી ઉમેરી શકો છો. વિવિધ વાનગીઓ જેમ કે પોરીજ, સૂપ અને પ્યુરીનો સ્વાદ વધારવા માટે તમે રાંધ્યા પછી ડુંગળીને ક્રશ ઉમેરી શકો છો. જાણો બાળકને ડુંગળી ખવડાવવાથી શું ફાયદા થાય છે.
Euroschoolindia વેબસાઈટ પર પ્રકાશિત એક લેખ અનુસાર, 110 ગ્રામ ડુંગળીમાં 44 કેલરી, 2 ગ્રામ પ્રોટીન, 3 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 7 ગ્રામ ખાંડ, 9 ગ્રામ ફાઈબર અને 1 ગ્રામ ચરબી હોય છે. તેમાં વિટામિન B6 હોય છે જે બાળકના મગજના વિકાસને પ્રોત્સાહન આપે છે અને તેની ઇમ્યૂન સિસ્ટમને સપોર્ટ કરે છે
માઇક્રોન્યૂટ્રિએન્ટ્સ ધરાવે છે
ડુંગળી ફાઈબર, ફોલેટ, વિટામિન સી અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો પ્રદાન કરી શકે છે. આ પોષક તત્વો તમારા બાળકની દૈનિક પોષણની જરૂરિયાતોને પૂરી કરી શકે છે અને તેને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
ડુંગળી એ ઘણા બાયોએક્ટિવ અને એન્ટીઑકિસડન્ટ સંયોજનોનો ઉત્તમ સ્ત્રોત છે જે મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનને સુધારવાની ક્ષમતા ધરાવે છે. આ સંયોજનો લાંબા ગાળે રોગપ્રતિકારક શક્તિને પણ ફાયદો કરી શકે છે. ડુંગળી વિટામિન સીનો સારો સ્ત્રોત છે અને તે બેક્ટેરિયલ ચેપને અટકાવી શકે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે.
હૃદય અને આંતરડા માટે
ડુંગળીમાં FODMAPs નામનું એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ હોય છે જે પ્રીબાયોટીક્સ તરીકે કામ કરે છે અને કોલોનમાં રહેલા બેક્ટેરિયાને ફાયદો કરે છે. ડુંગળી હૃદય માટે સારી છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં વધુ મદદ કરી શકે છે.
બાળકોને ડુંગળી કેવી રીતે ખવડાવવી
સૂપ એ તમારા બાળકના ડાયટમાં ડુંગળીનો સમાવેશ કરવાની એક સરસ રીત છે. વેજીટેબલ પેનકેક બનાવતી વખતે તમે તેમાં ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. બેટરમાં થોડી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને સારી રીતે પકાવો. ડુંગળીને ઝીણી સમારી લો અને તેને તમારા બાળકના મનપસંદ પાસ્તા સોસમાં મિક્સ કરો. ડુંગળી પાસ્તાનો સ્વાદ વધારશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )