Heart Attack: શું વધુ આઇસ્ક્રીમ ખાવાથી વધે છે હાર્ટ અટેકનું જોખમ? જાણો શું કહે છે એક્સપર્ટ?
વધુ પડતી આઈસ્ક્રીમ ખાવાથી તમે બીમાર થઈ શકો છો. તેથી તમારે સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Can Ice Cream Cause Of Heart Attack: આઈસ્ક્રીમ ખાવાથી હૃદય રોગનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. આટલું જ નહીં શરદી અને ઉધરસની સમસ્યા પણ વધી જાય છે. સામાન્ય રીતે આપણે બાળકોને આઈસ્ક્રીમ ખાવાની ના પાડતા હોઇએ છીએ પરંતુ માત્ર બાળકોએ જ નહીં પરંતુ પુખ્ત વયના લોકોએ પણ આઈસ્ક્રીમ ખૂબ ઓછી ખાવી જોઇએ. ચાલો જાણીએ બાળકો પર તેની કેટલી અસર થાય છે. વધુ પડતી આઈસ્ક્રીમ ખાવાથી તમે બીમાર થઈ શકો છો. તેથી તમારે સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
હાર્ટ એટેકનું જોખમ
ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર, જો તમને વધુ પડતી આઈસ્ક્રીમ ખાવાની લત હોય તો તે તમને હોસ્પિટલ મોકલી શકે છે કારણ કે તેનાથી હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આઈસ્ક્રીમમાં સૈચુરેટેડ ફેટ હોય છે. તેમાં સૈચુરેટેડ ફેટી એસિડ હોય છે. આ સંયોજન આરોગ્યને અસર કરે છે. બીજી તરફ આઈસ્ક્રીમમાં ખાંડનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આ બંને સંયોજનો હૃદયના સ્વાસ્થ્ય માટે સારા નથી. વધુ પડતો આઈસ્ક્રીમ ખાવાથી સ્થૂળતા અને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.
આ ખાદ્ય પદાર્થો હૃદય માટે સારા નથી
દૂધ, ચીઝ અને દહીં હાર્ટ માટે સ્વસ્થ આહારની યોજનાનો હિસ્સો હોઇ શકે છે પરંતુ માખણ, ક્રીમ અને આઈસ્ક્રીમ એ વધુ ચરબીવાળી ડેરી ઉત્પાદનો છે જે હાર્ટ માટે સારા નથી. ઉચ્ચ ચરબીવાળા ડેરી ઉત્પાદનોમાં સૈચુરેટેડ ફેટ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે અને હાર્ટની બીમારીનું જોખમ વધારે છે.
અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) ફેટ રહિત અથવા ઓછી ચરબીયુક્ત આઈસ્ક્રીમ પસંદ કરવાની ભલામણ કરે છે, જેમાં પ્રતિ 1/2 કપ સર્વિંગમાં 3 ગ્રામ (જી) થી વધુ ચરબી ન હોય. જો કે લોકોએ આ પ્રકારનો આઈસ્ક્રીમ ખાતા પહેલા વિચારવું જોઈએ.
બ્લડ સુગર હોય તેવા લોકો કાળજી રાખે
જે લોકોમાં બ્લડ સુગર ઓછી હોય છે. તેઓ વધુ કાર્બોહાઈડ્રેટ્સ અથવા સુગરવાળા ખાદ્ય પદાર્થો જેમ કે બ્રેડ, પાસ્તા, કેન્ડી, કેક અથવા આઈસ્ક્રીમ ખાવાથી હૃદયના ધબકારા વધવાનું જોખમ વધારે હોય છે. કારણ કે આના કારણે બ્લડ શુગર લેવલમાં અચાનક વધારો થઈ શકે છે.
ચોકલેટ, આઈસ્ક્રીમ અને કસ્ટર્ડ જેવા વધુ સુગરવાળા ખાદ્ય વસ્તુઓ ના ખાવ. તળેલી અથવા બેક્ડ ફૂડ આઇટમ ખાસ કરીને ચિપ્સ, બિસ્કીટ, કેક અને અન્ય બેક્ડ ઉત્પાદનો મર્યાદિત માત્રામાં ખાઓ. હંમેશા પહેલા પાણી પીવો અને સુગરવાળા પીણા પીવાનું ટાળવું જોઇએ. ચા અને કોફી મર્યાદિત માત્રામાં પીવો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )