China New Virus: બાળકો અને વૃદ્ધોને અસર કરે છે નવો HMPV વાયરસ, જાણો લક્ષણો અને સારવાર વિશે
ચીનમાં માનવ મેટાન્યૂમોવાયરસ (human metapneumovirus) નામના નવા વાઈરસના કેસ સામે આવી રહ્યા છે. HMPV અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી ચીન તરફથી આવી નથી.
China New Virus: ચીનમાં માનવ મેટાન્યૂમોવાયરસ (human metapneumovirus) નામના નવા વાઈરસના કેસ સામે આવી રહ્યા છે. HMPV અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી ચીન તરફથી આવી નથી. મોટાભાગની માહિતી ફક્ત સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. પોસ્ટ દર્શાવે છે કે આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મોટાભાગે બાળકો અને વૃદ્ધોને અસર કરે છે.
SARS-CoV-2 (COVID-19) હેન્ડલ હેઠળની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને કટોકટીની સ્થિતિ જાહેર કરી છે કારણ કે કહેવાતી મહામારીએ હોસ્પિટલો અને સ્મશાન ગૃહોને ભરી દિધા છે. ચાલો જાણીએ નવા વાયરસ સાથે જોડાયેલી મોટી વાતો.
HMPV શું છે ?
હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) એ એક વાયરસ છે જે સામાન્ય શરદી જેવા લક્ષણોનું કારણ બને છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ નાકમાંથી પાણી પડવું અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે. નાના બાળકોમાં નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો અને વૃદ્ધોમાં HMPV ગંભીર હોઈ શકે છે. HMPVની શોધ 2001માં થઈ હતી.
HMPV ના લક્ષણો
ક્લીવલેન્ડ ક્લિનિક મુજબ, તે એક ઉપરી શ્વસન સંક્રમણ છે, પરંતુ કેટલીકવાર તે ન્યુમોનિયા, અસ્થમામાં વધારો અથવા ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસિઝ (COPD) ને વધુ ખરાબ કરી શકે છે. બીમારીની ગંભીરતાના આધારે રોગનો સમયગાળો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે ઈનક્યૂબેશન પીરિયડ 3 થી 6 દિવસનો હોય છે.
રોગથી બચવા માટે
HMPV ના ફેલાવાને અટકાવવા માટે આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાની ભલામણ કરે છે. આંખો, નાક કે મોંને હાથ ધોયા વગર સ્પર્શ કરવાનું ટાળો અને બીમાર લોકો સાથે ગાઢ સંપર્ક ટાળો. જે લોકોને શરદી જેવા લક્ષણો હોય તેમણે બહાર જતી વખતે અથવા છીંક કે ખાંસી વખતે માસ્ક પહેરવું જોઈએ. વારંવાર હાથ ધોવા પણ જરૂરી છે.
સારવાર અથવા વેક્સિન
હાલમાં, HMPV માટે કોઈ વિશિષ્ટ એન્ટિવાયરલ સારવાર નથી. કોઈ રસી વિકસિત કરવામાં આવી નથી. લક્ષણોને દૂર કરવા માટે સામાન્ય સંભાળ રાખવાનું કહેવામાં આવે છે.
શું HMPV એ COVID-19 જેવું જ છે ?
HMPV અને કોવિડ-19 ના લક્ષણો ખૂબ સમાન છે. બંને વાયરસ શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બને છે જેમ કે ઉધરસ, તાવ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )