શોધખોળ કરો

Coffee Drinking Mistakes: કોફી પીવાની યોગ્ય રીત જાણી લો નહિતો થશે નુકસાન

જો તમે યોગ્ય રીતે કોફી પીઓ છો તો તમારે તેની આડઅસરોથી ડરવાની જરૂર નથી. પરંતુ જો તમે તેને ખોટા સમયે અને ખોટી રીતે પીવો છો તો ઘણી બીમારીઓનું જોખમ વધી શકે છે.

Coffee Drinking Mistakes:જો તમે યોગ્ય રીતે કોફી પીઓ છો તો તમારે તેની આડઅસરોથી ડરવાની જરૂર નથી. પરંતુ જો તમે તેને ખોટા સમયે અને ખોટી રીતે પીવો છો તો ઘણી બીમારીઓનું જોખમ વધી શકે છે.

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ તેમના દિવસની શરૂઆત કોફીથી કરે છે. કોફી ન મળે તો કેટલાક લોકો આંખો પણ ખોલતા નથી. તમે પણ આ લોકોમાંથી એક હોઈ શકો છો. તેમાં કોઈ શંકા નથી કે કોફી પીવાના ઘણા ફાયદા છે. પરંતુ તમને આ ફાયદા ત્યારે જ મળશે જ્યારે તમે તેનું યોગ્ય રીતે સેવન કરશો. જો તમે ખોટી રીતે કોફી પીઓ છો, તો તેનાથી તમને ફાયદો થવાને બદલે એટલા બધા નુકસાન થઈ શકે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

કોફીમાં એન્ટીઑકિસડન્ટ અને સોજા  વિરોધી ગુણો હોય છે. આ અલ્ઝાઈમર અને પાર્કિન્સન રોગ જેવી ન્યુરોડીજનરેટિવ સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે એકાગ્રતા વધારવા અને મૂડને સારો રાખવામાં પણ ઘણી મદદ કરે છે. જો તમે યોગ્ય રીતે કોફી પીઓ છો તો તમારે તેની આડઅસરોથી ડરવાની જરૂર નથી. પરંતુ જો તમે તેને ખોટા સમયે અને ખોટી રીતે પીઓ છો તો તમારામાં ઘણી બીમારીઓનું જોખમ વધી શકે છે. ચાલો જાણીએ કે લોકો સામાન્ય રીતે કોફીને લગતી કઈ કઈ ભૂલો કરે છે, જેનાથી તેમને હંમેશા બચવાનો પ્રયાસ કરવો જોઈએ.

કોફી સંબંધિત આ ભૂલો ક્યારેય ન કરો

દિવસમાં 2 કપથી વધુ કોફીનું  સેવન કરવું બીમારીઓનું કારણ પણ બની શકે છે. ન્યુટ્રિશનલ ન્યુરોસાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, દિવસમાં 6 કપથી વધુ કોફી પીવાથી ડિમેન્શિયા અને અન્ય ડિજનરેટિવ રોગોનું જોખમ 53 ટકા વધી જાય છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અનુસાર, તંદુરસ્ત પુખ્ત વયના લોકો દરરોજ લગભગ 400 મિલિગ્રામ કેફીન પી શકે છે, જે લગભગ 4 કપ કોફી છે.

 સૂર્યાસ્ત પછી સેવન ટાળવું

કોફી આપને ઊર્જાવાન રાખે છે. પરંતુ તમારે સૂર્યાસ્ત પછી તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તમારી ઊંઘની પેટર્ન પર ખરાબ અસર પડી શકે છે. કેફીન તમારા શરીરમાં લાંબા સમય સુધી રહે છે, જેના કારણે ઊંઘ નથી આવતી.

સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે એક કપ કોફીને શરીરમાંથી બહાર નીકળવામાં લગભગ 10 કલાકનો સમય લાગે છે. આ જ કારણ છે કે સાંજ પછી કોફી પીવાનું ટાળવું જોઇએ. જો  કોફી પીવી હોય તો તમે સૂવાના છ કલાક પહેલા જ પીવી જોઇએ.

 ખાંડ ન ઉમેરવી

 આ ભૂલ સામાન્ય રીતે મોટાભાગના લોકો કરતા હોય છે. કોફી કડવી હોવાથી કેટલાક લોકો તેને ખાંડ ઉમેરીને પીવાનું પસંદ કરે છે. જ્યારે ખાંડ પોતે ઘણા રોગોનું કારણ બને છે, જેમ કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય સંબંધિત સમસ્યાઓ વગેરે. ક્લિનિકલ ઇન્ટરવેન્શન્સ ઇન એજિંગમાં પ્રકાશિત થયેલા અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, વધુ પડતી ખાંડનું સેવન મગજને સંકોચી  શકે છે અને તેની કાર્યાત્મક જોડાણને અસર કરી શકે છે. જેથી સુગર ઉમેરવાનું ટાળવું જોઇએ.

પોતાની જાતને હાઈડ્રેટ રાખવી

 જો તમે કોફી પીવાના શોખીન છો, તો હંમેશા એક વાતનું ધ્યાન રાખો અને તે એ છે કે તમે સમયાંતરે પાણી પી રહ્યા છો. આવું એટલા માટે કારણ કે કોફી પીવાના કારણે તમારે વધુ વખત યુરીન આવે છે.  જેના કારણે ડીહાઈડ્રેશન થઈ શકે છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે વધુ પાણી પીવાનું ક્યારેય ભૂલશો નહીં.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget