Copper Water: તાંબાના વાસણમાં રાખેલ પાણી ક્યારે ન પીવું જોઈએ, જાણો કેટલા સમય સુધી રાખવું ?
Copper Water Uses: તાંબાના વાસણમાં રાખેલ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તેને યોગ્ય રીતે અને યોગ્ય સમયે પીવું જરૂરી છે.
Copper Water Uses: તાંબાના વાસણમાં રાખેલ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તેને યોગ્ય રીતે અને યોગ્ય સમયે પીવું જરૂરી છે.
તાંબાના વાસણમાં રાખેલ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે આપણા દેશની પ્રાચીન પરંપરાનો પણ એક ભાગ છે અને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો પણ એક ભાગ છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી ઘણી બીમારીઓથી છુટકારો મળે છે. જે દૂષિત પાણી પીવાથી થાય છે. ઉદાહરણ તરીકે, લૂઝ મોશન, પેટમાં દુખાવો, ઝાડા વગેરે. તાંબાનું પાણી પીવાથી શરીરમાં કોપરની ઉણપ નથી થતી. તમારે તાંબાથી ભરપૂર પાણી કયા સમયે ન પીવું જોઈએ, આ પાણીના શું ફાયદા છે અને તેને પીવાની રીત શું છે, આ બધી મહત્વપૂર્ણ વાતો અહીં જણાવવામાં આવી છે.
ક્યારે ન પીવું જોઇએ કોપર વોટર?
જમ્યા પછી તાંબાના વાસણમાં રાખેલ પાણીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આમ કરવાથી તમારા પાચન પર ખરાબ અસર પડી શકે છે. પાચનક્રિયા ધીમી પડી શકે છે અથવા પેટમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે. સવારે ઉઠીને, પેશાબ કર્યા પછી અને મોં ધોયા પછી, સૌથી પહેલા તાંબાના વાસણમાં આખી રાત રાખેલ પાણી પીવાથી ફાયદા થાય છે.
તાંબાનું વાસણમાં પાણી કેટલો સમય રાખશો
તાંબાના વાસણમાં રાખેલા પાણીનો લાભ મેળવવા માટે આ પાણીને તાંબાના વાસણમાં 12 થી 48 કલાક સુધી રાખો અને પછી સવારે ખાલી પેટ તેનું સેવન કરો. જો તમે દિવસભર તાંબાના વાસણમાં પાણી પીવું હોય તો તેમાં કોઈ નુકસાન નથી. પરંતુ આ પાણી તાજું ભરવું જોઈએ. રાતભર રાખેલ નહીં કારણ કે રાત્રે રાખેલ પાણી માત્ર આપ સવારે ખાલી પેટ જ પી શકો છો.
તાંબાના વાસણનું પાણી પીવાના નુકસાન શું છે?
તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી કોઈ નુકસાન થતું નથી. પરંતુ જ્યારે તમે આ પાણીને વધારે માત્રામાં અથવા ખોટી રીતે લાંબા સમય સુધી સેવન કરો છો, તો શરીરમાં કોપરની માત્રા વધી જવાથી નુકસાન થાય છે. જ્યારે આવું થાય, ત્યારે તમને ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો અથવા ઝાડા જેવી સમસ્યા થઇ શકે છે.
Disclaimer: અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )