Covid-19 : કોરોના લોકોને બનાવી દે છે 'આંધળા', સંશોધનમાં થથરાવી મુકતો ખુલાસો
માર્ચ 2020માં કોવિડ -19 ચેપ પહેલા એના દરેકના ચહેરાને એકદમ સ્પષ્ટ રીતે ઓળખી શકતી હતી. પરંતુ ઈન્ફેક્શનના થોડા દિવસો બાદ તે સ્વસ્થ થવા લાગી. પરંતુ થોડા મહિના પછી તે ફરી બીમાર પડી.
Coronavirus: કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સાજા થનારાઓને જુદી જુદી પ્રકારની બિમારીઓનો ભોગ બનવું પડી રહ્યું છે. જુદા જુદા સંશોધનમાં આ અનેક પ્રકારની બાબતો સામે આવી રહી છે. હવે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધન અને કિસ્સાઓ પરથી સામે આવ્યું છે કે, કોરોના સંક્રમિત દર્દીઓને લોકોના ચહેરા ઓળખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જેમ કે એક એના નામની યુવતી (નામ બદલ્યું છે) કોવિડથી સંક્રમિત હતી. તેની સારવાર ચાલી રહી હતી. તે થોડા મહિના પછી તેના પરિવારને મળી. તે સમયે તે કોરોના સંક્રમિત છે કે નહીં તેની પુષ્ટિ થઈ ન હતી. જ્યારે વૈજ્ઞાનિકોએ તેમની પૂછપરછ કરી હતી અને તેની તપાસ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, તે તેના પિતાનો અવાજ બીજા કોઈના ચહેરા પરથી સાંભળી રહી હતી. સામે જે ચહેરો હતો તે તેના પિતાનો નહોતો.
માર્ચ 2020માં કોવિડ -19 ચેપ પહેલા એના દરેકના ચહેરાને એકદમ સ્પષ્ટ રીતે ઓળખી શકતી હતી. પરંતુ ઈન્ફેક્શનના થોડા દિવસો બાદ તે સ્વસ્થ થવા લાગી. પરંતુ થોડા મહિના પછી તે ફરી બીમાર પડી. ત્યારથી તેને ચહેરાઓ ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. વિજ્ઞાનીઓ તેને ફેસ બ્લાઈંડનેશ કહે છે. વિજ્ઞાનની ભાષામાં તેને પ્રોસોપેગ્નોસિયા કહે છે. લોંગ કોવિડથી સંબંધિત મગજની સમસ્યાઓની યાદીમાં તેને જોડવામાં આવ્યું છે.
ત્યાર બાદ વૈજ્ઞાનિકોએ 50થી વધુ લોકોનો અભ્યાસ કર્યો હતો. તે બધાને લાંબા સમયથી કોવિડ હતો. તે પણ આ જ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હતાં. તે ચહેરો સરળતાથી ઓળખી શકતા નહોતા. આ સમસ્યાની શરૂઆત તેના ચેપથી જ થઈ હતી. 28 વર્ષની એનાએ જણાવ્યું હતું કે, તેને ચહેરા પાણી જેવા દેખાય છે. ચહેરાઓ હરતા-ફરતા અને વહેતા રહે છે. હવે તેણે પેઇન્ટિંગ બનાવવા માટે લોકો પાસેથી અભિપ્રાય લેવો પડે છે. તે બીજાની મદદ લે છે. જેથી પેઇન્ટિંગ યોગ્ય રીતે કરી શકાય.
યાદશક્તિની ખામીને કારણે લોકો દિશા પણ ભૂલી જાય છે
ડાર્ટમાઉથ કોલેજના ન્યુરોસાયકોલોજિસ્ટ મેરી લુઈસ કીસ્લર અને બ્રાડ ડ્યુચેને એના પર શ્રેણીબદ્ધ પરીક્ષણો હાથ ધર્યા હતા. ત્યાર બાદ પુષ્ટિ કરી હતી કે, તેને ચહેરો ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. તેને ચહેરાની યાદશક્તિમાં ખાસ પ્રકારની ખામી છે. પરંતુ આ કોઈ મોટો મુદ્દો નથી. ધીમે ધીમે તે સારું થઈ શકે છે. પણ એના હવે દિશાભ્રમ થવા લાગ્યો છે. તેને નેવિગેશનમાં તકલીફ થવા લાગી. તે જે માર્ગો યાદ રાખતી હતી ત્યાં હવે તેણે જીપીએસ લગાવવું પડે છે.
લાંબા સમયથી કોવિડથી પીડિત લોકોમાં નવા લક્ષણો દેખાય છે
પ્રોસોપેગ્નોસિયામાં દિશાની મૂંઝવણ પણ સામાન્ય છે. બ્રાડ ડ્યુચેને કહ્યું હતું કે, એનાની ભુલભુલામણી અને દિશાહિનતાએ અમારું ધ્યાન ખેંચ્યું છે. એવું લાગતું હતું કે, કોવિડ-19ને કારણે તેના મગજમાં કોઈ પ્રકારનું નુકસાન થયું છે. અથવા માનસિક વિકાસમાં કોઈ પ્રકારનો અવરોધ ઉભો થયો છે. કોરોનાથી સંક્રમિત થતાં એનાએ ગંધ અને સ્વાદ લેવાની ક્ષમતા પણ ગુમાવી દીધી હતી. પરંતુ જ્યારે તે સ્વસ્થ થયાના થોડા મહિના પછી ફરીથી બીમાર પડી ત્યારે તેને ચહેરાઓ ઓળખવામાં મુશ્કેલી થવા લાગી. દિશાઓ ભૂલી જવા લાગી.
કોરોના દરમિયાન બ્રેઈન સ્ટ્રોક આનું કારણ હોઈ શકે
લોંગ કોવિડમાં થાક, ધ્યાન લગાવવાનો અભાવ, મનમાં ધુમ્મસ એટલે કે મગજનું ધુમ્મસ સામાન્ય છે. આ સાથે એનાને માઈગ્રેન અને શરીરના સંતુલનની સમસ્યા પણ થવા લાગી. સંશોધકો એવું પણ માનતા હતા કે, કોરોના દરમિયાન બ્રેઈન સ્ટ્રોક પણ થઈ શકે છે. બ્રાડ ડ્યુચેને કહ્યું હતું કે, એના પર કરવામાં આવેલા અભ્યાસમાં પુષ્ટિ થઈ છે કે, કોરોના ચેપ પણ આવી સમસ્યાઓનું કારણ બની શકે છે. એટલા માટે ડોકટરો અને વૈજ્ઞાનિકોએ આનું ધ્યાન રાખવું જોઈએ. એ વાતની પુષ્ટિ થઈ છે કે, કોરોના સંક્રમણને કારણે પણ આવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. માટે ડોકટરો અને વૈજ્ઞાનિકોએ આનું ધ્યાન રાખવું જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )