Weight Loss: ગરમ પાણી સાથે આ પાનનો ઉપયોગ કરવાથી વેઇટ લોસમાં બને છે મદદગાર
Weight Loss: સ્થૂળતા ઘટાડવા માટે ભોજનમાં આ પાનનો ઉપયોગ કરો. . સવારે ખાલી તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે.
Weight Loss: સ્થૂળતા ઘટાડવા માટે ભોજનમાં આ પાનનો ઉપયોગ કરો. . સવારે ખાલી તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે.
આજકાલ વજન ઘટાડવાની ઘણી ટિપ્સ એક્સપર્ટ દ્રારા આપવામાં આવે છે. આપ અલગ-અલગ ડાયટ પ્લાન વડે વજન ઘટાડી શકો છો. જિમ, ઝુમ્બા, યોગ અને અનેક પ્રકારની કસરતો દ્વારા વજન ઘટાડી શકાય છે. ઘણા ઘરેલું ઉપચાર છે જે તમારી સ્થૂળતાને ઘટાડી શકે છે. વજન ઘટાડવા માટે એક અસરકારક રેસીપી એ કરી પત્તા એટલે કે મીઠા લીમડાના પાન છે. તમે જાણતા જ હશો કે દક્ષિણ ભારતીય ભોજનમાં મોટાભાગે લીમડાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. તેને મીઠો લીમડો પણ કહેવામાં આવે છે. લીમડાના પાન પાંદડા જે શાકભાજીનો સ્વાદ વધારે છે, તે તમારા વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે. કઇ રીતે તેનું સેવન કરવું જોઇએ જાણીએ...
વજન ઘટાડવા માટે લીમડાના પાનનો કરો ઉપયોગ
- વજન ઘટાડવા માટે આપ લીમડાના પાનનો ભરપૂર ઉપયોગ કરી શકો છો. આપ શાકભાજીમાં લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છ, ચટણી બનાવતી વખતે લીમડાના પાનનો ઉપયોગ કરો.
- વજન ઘટાડવા માટે આ સવારે 5થી6 પાન ખાલી પેટે લીમડાના પાન ખાઇ શકો છો,તેનું જ્યુસ પીવાથી હાનિકારક પદાર્થ દૂર થાય છે અને વજન ઓછું થાય છે.
- આપ ગરમ પાણીમાં તેનું જ્યુસ કરીને ખાલી પેટે પી શકો છો. તેનાથી વેઇટ લોસ થાય છે.
- લીમડાના પાનમાં કેલ્શિયમ, આયરન,પ્રોટીન, વિટામિન એ,વિટામિન સી,વિટામીન બી ભરપૂર માત્રામાં છે.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )