શરીરમાં અનુભવાય આ 5 લક્ષણો તો ભૂલથી પણ નજરઅંદાજ ન કરશો, આ જીવલેણ બીમારીના છે લક્ષણો
જો તમે ડાયટિંગ કરતા હો અથવા તો હાર્ડ વર્કઆઉટ કરતા હો તો વજન ઘટવું સામાન્ય બાબત છે. પરંતુ જો તમે વજન ઘટાડવા માટે કંઈ નથી કરી રહ્યા અને તમારું વજન સતત ઘટી રહ્યું છે તો તે ચિંતાનો વિષય છે
Cancer Warning Signs: એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, યુવાનો કેન્સરના લક્ષણો વિશે યોગ્ય રીતે જાણતા નથી. તેઓ આવા ઘણા લક્ષણોની અવગણના કરે છે, જેની સમયસર ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે.
કેન્સર એક એવો ખતરનાક રોગ છે, જેના લક્ષણો સામાન્ય રીતે સ્થિતિ બગડ્યા પછી સ્પષ્ટપણે જોવા મળે છે. તેના પ્રારંભિક લક્ષણોને ઓળખવું દરેક માટે મુશ્કેલ હોય છે. કેન્સરના મોટા ભાગના લક્ષણો સામાન્ય સમસ્યાઓ જેવા દેખાય છે, તેથી લોકો તેને સમયસર ઓળખી શકતા નથી. જો કે ઘણા લોકો નાના લક્ષણોને ગંભીરતાથી લે છે અને સમયસર તેની સારવાર કરાવે છે, જેથી તેઓ તેના જોખમને ટાળી શકે છે.
એક સંશોધન સૂચવે છે કે 18 થી 24 વર્ષની વયના 50 ટકાથી ઓછા યુવાનો કેન્સરના પાંચ સામાન્ય ચેતવણી સંકેતો પર ધ્યાન આપવા સક્ષમ છે. જો તમને આ 5 લક્ષણો દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તમારે તાત્કાલિક ડૉક્ટરની તપાસ કરાવવી જોઈએ.
ટીનેજ કેન્સર ટ્રસ્ટના નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે યુવાનો કેન્સરના લક્ષણો વિશે યોગ્ય રીતે જાણતા નથી. તેઓ આવા ઘણા લક્ષણોની અવગણના કરે છે, જેની સમયસર ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે. 18 થી 24 વર્ષની વયના લોકોમાં કેન્સરના સૌથી સામાન્ય રીતે ઓળખાતા લક્ષણોમાં ગાંઠ અને સોજો છે. જોકે 56 ટકા લોકો હજુ પણ તેને ઓળખવામાં અસમર્થ છે.
ગઠ્ઠો અને સોજો
તમારા શરીરના દરેક અંગને તપાસો કે, ક્યાંય કોઇ ગાંઠો તો નથીને .કોઇ જગ્યા સોજો તો નથીને. સ્તનો અથવા અંડકોષમાં કોઈ ગઠ્ઠો છે કે કેમ તે પણ જુઓ. ગાંઠો શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે સ્નાન કરતી વખતે તમારા શરીરની યોગ્ય રીતે તપાસ કરવી.
તલ
દરેક વ્યક્તિના શરીર પર તલ હોવું સામાન્ય બાબત છે. પરંતુ તમારે જાણવું જોઈએ કે ઘણી વખત આ તલ કેન્સર થવાનું જોખમ બનાવે છે. તલ કેન્સરના કોષોને આશ્રય આપી શકે છે. જો તમને તમારા શરીરના તલમાં કોઈપણ પ્રકારનો ફેરફાર દેખાય છે, જેમ કે કદ, આકાર, રંગ, રક્તસ્ત્રાવ, ખંજવાળ અથવા ક્રસ્ટિંગ વગેરે, તો તેને ક્યારેય હળવાશથી ન લો અને તરત જ ડૉક્ટરને મળો.
વજનમાં અચાનક ફેરફાર
જો તમે ડાયટિંગ કરતા હો અથવા તો હાર્ડ વર્કઆઉટ કરતા હો તો વજન ઘટવું સામાન્ય બાબત છે. પરંતુ જો તમે વજન ઘટાડવા માટે કંઈ નથી કરી રહ્યા અને તમારું વજન સતત ઘટી રહ્યું છે તો તે ચિંતાનો વિષય છે. બીજી તરફ જો વજન ઝડપથી વધી રહ્યું છે તો તે પણ ચિંતાનો વિષય છે. કારણ કે કેટલીક ગાંઠો વજનમાં વધારોનું કારણ બને છે.
થાક
કેન્સર તમારા શરીરના પોષક તત્વોનો ઉપયોગ વૃદ્ધિ માટે કરે છે. આ જ કારણ છે કે આ પોષક તત્વો તમારા શારીરિક સ્વાસ્થ્યમાં ફાળો આપતા નથી. તેથી જ તમે વધુ થાક અનુભવી શકો છો.
સતત દુખાવો
શરીરના કોઈપણ ભાગમાં દુખાવો આપણને કહે છે કે કંઈક ખોટું છે. કેન્સર રિસર્ચ યુકે માને છે કે ઉંમર પ્રમાણે પીડા અનુભવવી સામાન્ય છે. પરંતુ શરીરમાં ક્યાંય પણ અસ્પષ્ટ અથવા સતત દુખાવો એ ગંભીર શારીરિક સમસ્યાની નિશાની હોઈ શકે છે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )