Health: શું આપને વારંવાર ક્રેવિગ થાય છે? તો સાવધાન હોઇ શકે છે આ બીમારીના લક્ષણ
શું તમને પણ વારંવાર ભૂખ લાગે છે, શું તમે જરૂર કરતાં વધુ ખોરાક લો છો? જો હા, તો આપ બિંજ ઇટિંગના શિકાર છો. અહીં જાણો શું છે બિંજ ઇટિંગ, તેના લક્ષણો અને નિવારણ શું છે.
Binge Eating Disorder : જો આપ આપની જરૂરિયાત કરતાં વધુ અથવા તમારી ભૂખ કરતાં વધુ ખોરાક લે છે, અથવા તેને વારંવાર ભૂખ લાગે છે, તો બની શકે કે આપ બિંજ ઇટિંગના શિકાર છો. તે એક પ્રકારની વિકૃતિ છે. અતિશય આહાર કે અતિશય ખાવા સંબંધિત સમસ્યા છે, જેમાં વ્યક્તિને તેની જરૂરિયાત કરતાં વધુ ખોરાક ખાવાની આદત પડી જાય છે. આવા લોકો થોડા- થોડા સમયાન્તરે ખાવાનું માંગે છેય ભલે તેઓ ભૂખ્યા હોય કે ન હોય. આવો જાણીએ આ રોગના લક્ષણો અને કારણો.
શું તે મનોવૈજ્ઞાનિક સમસ્યા છે
બિંજ ઇટિંગ અતિશય આહારની આદતને એક રીતે મનોવૈજ્ઞાનિક સમસ્યા અથવા ડિસઓર્ડર તરીકે જોવામાં આવે છે. આ સમસ્યા અથવા ડિસઓર્ડરનો શિકાર વ્યક્તિની ખાવાની આદતોમાં ફેરફાર જોવા મળે છે. તે ખોરાક ખાવાની આદતને નિયંત્રિત કરવામાં અસમર્થ છે..
બિંજ ઇટિંગ ડિસઓર્ડરના લક્ષણો
- અતિશય આહાર લેવાની આદત
- વારંવાર ભૂખ લાગે છે
- મીઠાઈઓ ખાવી
- માથાનો દુખાવો
- પરસેવો થવો
- ચક્કર આવવા
બિંજ ઇટિંગની સારવાર
જો કોઈપણ સમયે તમને લાગે કે તમે Binge Eating Disorderનો શિકાર બન્યા છો, તો તરત જ કોઈ સારા ડૉક્ટરનો સંપર્ક કરો. તેની સારવાર નીચેની ત્રણ પદ્ધતિઓથી પણ શક્ય છે...
- સ્વસહાય કાર્યક્રમ
- મનોવૈજ્ઞાનિક ઉપચાર
- સિલેક્ટિવ સેરોટોનિન રીએપટેક ઇન હિબિટર (SSRI) એન્ટીડિપ્રેસન્ટ
Health: મોં ઢાંકીને સૂવાની આદત છે તો સાવધાન, સ્વાસ્થ્ય પર પડે છે ગંભીર અસર, જાણો નુકસાન
Health:શિયાળાની ઋતુ ચાલી રહી છે. આપણે બધા રજાઇ અને ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો રજાઇમાં ચહેરો ઢાંકીને સૂવાનું પસંદ કરે છે પરંતુ તેમને આમ કરવાની મનાઈ છે, કારણ કે તેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે. રજાઈ અથવા ધાબળામાં ચહેરો ઢાંકીને સૂવાથી ગૂંગળામણ થઈ શકે છે અને રક્ત પરિભ્રમણ પ્રભાવિત થઈ શકે છે. આનું કારણ એ છે કે જ્યારે આપણું મોં ઢાંકવામાં આવે છે, ત્યારે શરીરને તાજો ઓક્સિજન મળતો નથી અને માત્ર ખરાબ ઓક્સિજન શરીરની અંદર જતો રહે છે. સાથે જ મોં ઢાંકીને સૂવાથી મેટાબોલિઝમ પર પણ અસર પડે છે. ચાલો જાણીએ તેના ગેરફાયદા.
મોં ઢાંકીને સુવાની આદતના નુકસાન
ફેફસાંને નુકસાન થઈ શકે છે
મોઢું ઢાંકીને સૂવાથી તાજા ઓક્સિજનની યોગ્ય માત્રા શરીરમાં પહોંચતી નથી. આનાથી ફેફસાં પર ખરાબ અસર પડે છે અને તેનાથી ગૂંગળામણ કે હાર્ટ એટેક જેવી ખતરનાક પરિસ્થિતિ પણ સર્જાઇ શકે છે. ઘણા કિસ્સાઓમાં, ફેફસાં સંકોચાઈ પણ જાય છે. તેથી શિયાળામાં મોઢું ઢાંકીને સૂવું આરોગ્ય માટે હિતકારી નથી.
હેલ્થ એક્સપર્ટના મતે શિયાળામાં મોઢું ઢાંકીને સૂવાથી સ્કિન સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. રજાઇ અથવા ધાબળાની અંદર રહેલી ખરાબ હવા ત્વચાને કાળી કરી શકે છે. તેનાથી ત્વચા પર ચકામા પણ થઈ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, લોકોને ખબર હોતી નથી કે મોં ઢાંકીને સૂવાના કારણે આવું થઈ રહ્યું છે. તેથી આ આદતને તરત જ બદલવી જોઈએ.
સૌથી વધુ જોખમ કોને છે?
હેલ્થ એક્સપર્ટના મતે જે લોકોને અસ્થમા, સીઓપીડી કે અન્ય કોઈ શ્વાસની બીમારી હોય તેમણે ભૂલથી પણ મોઢું ઢાંકીને ન સૂવું જોઈએ. આવા લોકો માટે તે જીવલેણ પણ બની શકે છે. અસ્થમા કે અન્ય બીમારીઓથી પીડિત દર્દીઓના ફેફસાં નબળા પડી જાય છે, આવી સ્થિતિમાં તેઓ મોં ઢાંકીને યોગ્ય માત્રામાં ઓક્સિજન મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં, અસ્થમાનો હુમલો અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેથી આવા દર્દીઓએ ક્યારેય મોઢું ઢાંકીને સૂવું ન જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )