(Source: ECI/ABP News/ABP Majha)
Health: દૂધમાં દેશી ઘી મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્યને થાય છે અદભૂત ફાયદા, આ બીમારીથી થશે બચાવ
નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ દેશી ઘી સાથે દૂધ પીવું જોઈએ. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
Health:ફિટ અને હેલ્ધી રહેવા માટે પૌષ્ટિક ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. વિટામિન્સ અને મિનરલ્સ મેળવવા માટે તાજા ફળો અને શાકભાજી તેમજ ડ્રાઇ ફ્રૂટસ દૂધનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. આજકાલ લોકોની જીવનશૈલી અને ખાવાની આદતો એટલી બગડી ગઈ છે કે તેમને નાની ઉંમરમાં જ ગંભીર બીમારીઓ થવા લાગી છે. બાળકોમાં પણ ડાયાબિટીસ જેવી બીમારીઓ જોવા મળી રહી છે જે ચિંતાનો વિષય છે.
સ્વસ્થ રહેવા માટે દૂધ પીવું પણ ખૂબ જરૂરી છે. કેટલાક લોકો દૂધમાં ખાંડ ભેળવીને પીવે છે તો કેટલાક હળદર પીવે છે. કેટલાક લોકો એવા હોય છે જે દૂધમાં દેશી ઘી મિક્સ કરવાનું પસંદ કરે છે. શું તમે જાણો છો કે દૂધમાં દેશી ઘી ભેળવીને પીવાથી શરીરની અનેક બીમારીઓ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ દેશી ઘી સાથે દૂધ પીવાથી તમને કયા કયા ફાયદા થઈ શકે છે.
સ્વસ્થ પાચન: રોજ એક ચમચી દેશી ઘી દૂધમાં ભેળવીને પીવાથી પાચનશક્તિ સારી રહે છે અને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો તમે દરરોજ દેશી ઘી સાથે દૂધનું સેવન કરી શકો છો.
રોગપ્રતિકારક શક્તિ: નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ દેશી ઘી સાથે દૂધ પીવું જોઈએ. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને શરીરનું એનર્જી લેવલ અકબંધ રહે છે. એટલું જ નહીં આ દૂધ આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
સાંધાના દુખાવામાં રાહત: જો તમે વારંવાર સાંધાના દુખાવાથી પરેશાન છો, તો તમે આ દૂધનું સેવન કરી શકો છો. કારણ કે દેશી ઘીમાં ઓમેગા 3 તેમજ ઓમેગા 6 ફેટી એસિડ હોય છે, જે દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે અને સાંધામાં થતી ખેંચાણને પણ દૂર કરે છે.
શક્તિમાં વધારો: દૂધ અને દેશી ઘી બંને શક્તિશાળી ખોરાક માનવામાં આવે છે. આ બંનેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે અને સ્ટેમિના મજબૂત બને છે. આ સિવાય તે માંસપેશીઓને મજબૂત બનાવવામાં પણ ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )