Child Health: બાળકોમાં આ કારણે વધી રહ્યું છે ડાયાબિટિસનું પ્રમાણ, જાણો લક્ષણો અને ઉપાય
Child Health: બાળકોમાં વધતી સ્થૂળતા અને ખોટી ખાવાની આદતોને કારણે ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધી રહ્યું છે. બાળકોમાં ડાયાબિટીસના લક્ષણો અને નિવારણ માટે શું કરવું જોઇએ, જાણીએ.
Child Health:ડાયાબિટીસ જે બાળકોને અસર કરે છે તેને ટાઇપ 1 ડાયાબિટીસ કહેવામાં આવે છે. આહારમાં ફેરફાર અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ બાળકોમાં ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. તેથી, બાળકોમાં ડાયાબિટીસથી બચવા માટે માતા-પિતાએ કેટલીક સાવચેતી રાખવી જોઈએ. વધુ પડતી તરસ, વારંવાર પેશાબ, અસ્પષ્ટ વજન ઘટવું વગેરે બાળકોમાં ટાઈપ 1 ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે. ચાલો જાણીએ કે બાળકોમાં ડાયાબિટીસથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઈએ.
- સ્વસ્થ આહાર
સ્વસ્થ આહારની આદતો વિકસાવો. બાળકોને શાકભાજી, ફળો અને ફાઈબરથી ભરપૂર આહાર આપો.
- આ ફૂડ અવોઇડ કરો
તમારા બાળકના ડાયટમાંથી ચરબીયુક્ત ખોરાક, તળેલા ખોરાક, ખાંડયુક્ત ખોરાક, પ્રોસેસ્ડ ખોરાક વગેરેને દૂર કરો.
- સ્થૂળતા સારી નથી
મેદસ્વી બાળકોમાં ડાયાબિટીસનું જોખમ ઘણું વધારે હોય છે. તેથી, માતાપિતાએ તેમના બાળકોના વધતા વજન પર પણ ગંભીરતાથી ધ્યાન રાખવું જોઈએ. ઉંમર અને ઊંચાઈ પ્રમાણે વજન જાળવી રાખવું જરૂરી છે.
- વ્યાયામ આઇટ ડોર ગેમ જરૂરી
આજકાલ બાળકોની ફિઝિકલ એક્ટિવિટી સાવ ઘટી ગઇ છે. તેનું કારણ છે મોબાઈલ ફોન, લેપટોપનો વધુ ઉપયોગ આ ડિવાઇસ પરની ગેમમાં રચ્યાં પચ્યાં બાળકો મેદાનની રમત રમતા નથી જેના કારણે મેદસ્વીતા વધે છે. બેઠાડું જીવન ડાયાબિટિસ સહિતની બીમારીને નોતરે છે.
- ઓછી ઊંઘ
ઊંઘની સમસ્યા પણ બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારે છે. તેથી, માતાપિતાએ પણ બાળકોની ઊંઘનું ધ્યાન રાખવું જોઈએ.બાળકની 8થી 9 કલાકની ઉંઘ પુરી થવી જોઇએ. બાળકની ઊંઘ તેના માનસિક અને શારિરીક વિકાસમાં સારો ભાગ ભજવે છે
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )