શોધખોળ કરો

Health: ડસ્ટની એલર્જી વારંવાર કરે છે આપને બીમાર, આ કુદરતી નુસખાથી કરો ઉપચાર

Health: જો ધૂળ રજકણના કારણે આપને એલર્જી થતી હોય,આ વસ્તુ આપને વાંરવાર હેરાન કરતી હોય તો આ હોમ રેમેડી આપના માટે કારગર સાબિત થઇ શકે છે.

Health: ધૂળની એલર્જી એ એક સામાન્ય સમસ્યા છે, જે ખાસ કરીને એવા લોકોને થાય છે જેઓ અસ્થમા અથવા શ્વાસની સમસ્યાથી પીડાતા હોય. આ એલર્જીના લક્ષણોમાં નાક વહેવું, છીંક આવવી, આંખોમાં બળતરા અને ગળામાં ખરાશ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

જો કે એલર્જીથી રાહત મેળવવા માટે દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ કેટલાક કુદરતી અને ઘરગથ્થુ ઉપાયો છે, જે આ સમસ્યાને નિયંત્રિત કરી શકે છે. આ ઉપાયો માત્ર એલર્જીના લક્ષણોથી રાહત આપતા નથી, પરંતુ તે શારીરિક સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. આ લેખમાં તમે આવા જ કેટલાક ઉપાયો વિશે જાણી શકશો.

સેંધા નમકનો પ્રયોગ

ગરમ પાણીમાં રોક સોલ્ટ ઓગાળીને નાક દ્વારા તેની સ્ટીમ લેવી. રાહત મેળવવાનો  આ  ઉત્તમ ઉપાય છે. તે માત્ર નાકને જ  સાફ નથી કરતું પરંતુ પરંતુ ગળામાં  સોજાને પણ ઘટાડે છે. એલર્જીના લક્ષણોથી રાહત આપે છે.

આદુ અને મધનો પ્રયોગ

આદુ અને મધ બંને કુદરતી એન્ટીઑકિસડન્ટો અને એન્ટી ઇંફ્લામેટરી  તત્વોથી ભરપૂર હોય છે. જો તમને ધૂળની એલર્જી હોય તો એક ચમચી મધમાં તાજા આદુનો રસ ભેળવીને દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો. આ મિશ્રણ ગળામાં સોજો મટશે સાથે આ એલર્જી થતી શરદી,દમ શ્વાસમાં પણ રાહત મળશે.

તુલસી અને હળદરનો ઉકાળો

તુલસી અને હળદર બંને આયુર્વેદિક દવાઓ છે, જે પ્રદૂષણ અને એલર્જી સામે અસરકારક રીતે કામ કરે છે. તુલસીના પાનને ઉકાળીને તેમાં હળદર ઉમેરી તેનો ઉકાળો બનાવીને પીવો. આ મિશ્રણ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં, સોજો  ઘટાડવામાં અને એલર્જીને કારણે થતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

નાળિયેર તેલનો પ્રયોગ

નાળિયેર તેલ માત્ર ત્વચા માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે શ્વાસ સંબંધી સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે. જો તમે ધૂળની એલર્જીને કારણે નાક બંધ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમે રાત્રે સૂતા પહેલા નાકની નજીક અને ગળા પર નારિયેળના તેલની હળવાશથી માલિશ કરી શકો છો. તેનાથી શ્વાસ લેવામાં રાહત મળે છે અને સોજો ઓછો થાય છે.

વરિયાળી અને જીરું પાણી

વરિયાળી અને જીરાનું પાણી પાચનતંત્ર તેમજ શ્વસનતંત્ર માટે ફાયદાકારક છે. આ બંનેને ઉકાળીને પાણી બનાવીને દિવસમાં એક કે બે વાર પીવાથી ડસ્ટ એલર્જીના લક્ષણો ઓછા થઈ શકે છે. આ મિશ્રણ શરીરમાંથી વધારાના પ્રદૂષકોને બહાર કાઢવામાં મદદ કરે છે, એલર્જીથી રાહત આપે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
PLFS Report 2024:  શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા
PLFS Report 2024: શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Embed widget