(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: વધુ પડતા ટામેટા ખાવાના શોખીન સાવધાન! શરીરને થઈ શકે છે ભયંકર નુકસાન
Tomato Side Effects: ટામેટાંનો ઉપયોગ મુખ્યત્વે રસોઈમાં થાય છે. ટામેટાંનો ઉપયોગ લગભગ દરેક ભારતીય શાકભાજીમાં થાય છે. ટામેટાં વિના શાકનો સ્વાદ નીરસ લાગે છે.
Health Tips: ટામેટાંનો ઉપયોગ મુખ્યત્વે રસોઈમાં થાય છે. ટામેટાંનો ઉપયોગ લગભગ દરેક ભારતીય શાકભાજીમાં થાય છે. ટામેટાં વિના શાકનો સ્વાદ નીરસ લાગે છે. તો બીજી તરફ , ઘણા લોકો ટામેટાંનું વધુ પડતું સેવન કરે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું છે, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. ટામેટાં તમારા સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તો આવો જાણીએ ટામેટા ખાવાથી શરીરને કેવા કેવા નુકસાન થઈ શકે છે.
વધુ ટામેટા ખાવાથી થતા નુકસાન
- ટામેટાંનું વધુ સેવન કરવાથી એસિડિટી થઈ શકે છે.
- વધુ પડતા ટામેટાં ખાવાથી કિડનીની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને ટામેટાના બીજને કારણે કિડની સ્ટોનનું જોખમ રહે છે.
- જો તમે વધુ ટામેટાં ખાઓ છો, તો તેનાથી ગળામાં દુખાવો, સોજો આવી શકે છે.
- વધુ માત્રામાં ટામેટાંનું સેવન કરવાથી શરીરમાં એસિડની માત્રા વધે છે, જેના કારણે યુરિક એસિડ વધી શકે છે. આ કિસ્સામાં સાંધામાં દુખાવો થઈ શકે છે.
ટામેટાંનું વધુ પડતું સેવન કરવાથી શરદી અને ફ્લૂની સમસ્યા થઈ શકે છે. - ટામેટાં વધારે ખાવાથી ત્વચાની એલર્જી થઈ શકે છે.
- આજકાલ ઓર્ગેનિક ટામેટાંને બદલે ઈન્જેક્શન કે કેમિકલનો ઉપયોગ કરીને પકાવેલા ટામેટાં બજારોમાં ઉપલબ્ધ છે, જેનાથી તમને બ્લડ પ્રેશર અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
- ટામેટાંમાં રહેલું ટરપીન્સ નામનું તત્વ તમારા શરીરની દુર્ગંધનું કારણ બની શકે છે. પાચન દરમિયાન તેનું વિઘટન શરીરમાં ગંધ ઉત્પન્ન કરે છે.
- ટામેટાની સાથે તમે તેના બીજને શરીરમાં જતા રોકી શકતા નથી, પરંતુ જો આ બીજ તમારા શરીરમાં પ્રવેશે છે, તો તમે પથરીના દર્દી બની શકો છો, કારણ કે તે સરળતાથી કિડની સુધી પહોંચે છે અને પથરી બને છે. તેથી જો તમે પથરીના દર્દી છો તો તમારે ટામેટા ખાવામાં સાવધાની રાખવી જોઈએ.
આ પણ વાંચોઃ
India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ
રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )