શોધખોળ કરો

પુરુષો સાવધાન! આ 5 ખોરાક ઘટાડી શકે છે તમારી કામવાસના, આજે જ છોડો

foods that lower testosterone: શારીરિક શક્તિ, ઊર્જા અને સ્વસ્થ સંબંધો માટે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ખૂબ મહત્વનું છે; જાણો કયા ખોરાક તેને નુકસાન પહોંચાડીને હોર્મોન્સનું સંતુલન બગાડે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ફુદીનો, જેઠીમધ ટેસ્ટોસ્ટેરોન સ્તર ઘટાડી શકે છે.
  • અળસીના બીજ શરીરથી ટેસ્ટોસ્ટેરોન દૂર કરે છે.
  • પ્રોસેસ્ડ ખોરાક અને વધુ પડતો દારૂ નુકસાનકારક.
  • કેટલાક ડ્રાયફ્રુટ્સની પણ ટેસ્ટોસ્ટેરોન પર અસર થાય છે.

foods that lower testosterone: પુરુષોના શારીરિક સ્વાસ્થ્ય, સ્નાયુઓની મજબૂતી અને ઊર્જા જાળવી રાખવામાં 'ટેસ્ટોસ્ટેરોન' (Testosterone) હોર્મોનની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. એટલું જ નહીં, સ્વસ્થ શારીરિક સંબંધો (કામવાસના) માટે પણ આ જ હોર્મોન જવાબદાર છે. નિષ્ણાતોના મતે, શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટે તો માત્ર નબળાઈ જ નથી આવતી, પરંતુ સ્થૂળતા, ટાઇપ-2 ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ, હૃદય રોગ અને ઓસ્ટીયોપોરોસિસ (હાડકાં નબળા પડવા) જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ઉંમર અને લાઈફસ્ટાઈલ સિવાય આપણે રોજિંદા જીવનમાં જે ખોરાક ખાઈએ છીએ તેની પણ આ હોર્મોન પર સીધી અસર પડે છે. જો તમે પણ નીચે જણાવેલી વસ્તુઓનું વધુ પડતું સેવન કરો છો, તો આજે જ ચેતી જજો, કારણ કે તે તમારા ટેસ્ટોસ્ટેરોન લેવલને ઘટાડી શકે છે.

આ 5 વસ્તુઓ ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટાડી શકે છે:

ફુદીનો (Mint):

હેલ્થલાઇન વેબસાઈટના નિષ્ણાતો મુજબ, ફુદીનામાંથી બનતી કેટલીક વસ્તુઓ ટેસ્ટોસ્ટેરોન પર સીધી અસર કરે છે. 12 અઠવાડિયા સુધી ચાલેલા એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે, જે પુરુષો રોજ ફુદીનાની હર્બલ ચા પીતા હતા, તેમના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જોકે, નિષ્ણાતો માને છે કે આ વિષય પર હજુ વધુ ઊંડા રિસર્ચની જરૂર છે.

જેઠીમધ (Licorice Root):

જેઠીમધ પર પણ ઘણા અભ્યાસ થયા છે. વર્ષ 2003 ના એક રિસર્ચમાં 25 પુરુષોને રોજ 7 ગ્રામ જેઠીમધ ખાવા આપવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ હતી કે માત્ર એક જ અઠવાડિયામાં આ પુરુષોના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં લગભગ 26 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

અળસીના બીજ (Flax Seeds):

સામાન્ય રીતે અળસીના બીજને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક રિસર્ચ દર્શાવે છે કે તેમાં 'લિગ્નાન્સ' નામનું સંયોજન રહેલું છે, જે શરીરમાંથી ટેસ્ટોસ્ટેરોનને દૂર કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. પ્રોસ્ટેટ કેન્સર સંબંધિત એક અભ્યાસમાં પણ આ વાત સામે આવી ચૂકી છે.

આ પણ વાંચોઃ સુગર લેવલ અચાનક વધી જાય છે? રોજ પીવો આ જ્યુસ!

પ્રોસેસ્ડ અને પેકિંગવાળો ખોરાક:

પેકેટબંધ અને પ્રોસેસ્ડ ફૂડમાં રહેલું 'ટ્રાન્સ ફેટ' સ્વાસ્થ્ય માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. 209 પુરુષો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે લોકો વધુ પ્રમાણમાં ટ્રાન્સ ફેટવાળો ખોરાક (જંક ફૂડ) ખાતા હતા, તેમનું ટેસ્ટોસ્ટેરોન લેવલ હેલ્ધી ડાયેટ લેનારા લોકો કરતા 15 ટકા જેટલું ઓછું હતું.

દારૂનું વધુ પડતું સેવન:

વધુ પડતો દારૂ પીવાથી હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ જાય છે. 2004 ના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે પુરુષોએ સળંગ 3 અઠવાડિયા સુધી રોજ 30 થી 40 ગ્રામ દારૂ પીધો હતો, તેમના ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં 6.8 ટકાનો ઘટાડો થયો હતો.

આ ઉપરાંત, કેટલાક અભ્યાસોમાં અખરોટ અને બદામ જેવા ડ્રાયફ્રૂટ્સની પણ ટેસ્ટોસ્ટેરોન પર અસર થતી હોવાની ચર્ચા કરાઈ છે. જોકે, આ તારણો હજુ અંતિમ ગણી શકાય તેમ નથી.

આ પણ વાંચોઃ શું કેરીનું સેવન કરવાથી ચહેરા પર ખીલ થાય છે?

Disclaimer: આ માહિતી સામાન્ય રિસર્ચ અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. આને કોઈ તબીબી સલાહનો વિકલ્પ ન ગણવો. તમારા ડાયેટમાંથી કોઈપણ ખોરાકને સંપૂર્ણપણે હટાવતા પહેલા કે નવી લાઈફસ્ટાઈલ અપનાવતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર કે ડાયેટિશિયનની સલાહ ચોક્કસ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું શરીર માટે શું મહત્વ છે?

ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં શારીરિક સ્વાસ્થ્ય, સ્નાયુઓની મજબૂતી, ઊર્જા અને સ્વસ્થ જાતીય સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કયા ખોરાક ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટાડી શકે છે?

ફુદીનો, જેઠીમધ, અળસીના બીજ, પ્રોસેસ્ડ/પેકિંગવાળો ખોરાક અને વધુ પડતો દારૂ ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટાડી શકે છે.

શું જેઠીમધ ટેસ્ટોસ્ટેરોન પર અસર કરે છે?

હા, એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે રોજ 7 ગ્રામ જેઠીમધ ખાવાથી એક અઠવાડિયામાં ટેસ્ટોસ્ટેરોન લેવલમાં 26% ઘટાડો થયો હતો.

પ્રોસેસ્ડ ફૂડ ટેસ્ટોસ્ટેરોન લેવલને કેવી રીતે અસર કરે છે?

પ્રોસેસ્ડ ફૂડમાં રહેલું ટ્રાન્સ ફેટ ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટાડી શકે છે. વધુ ટ્રાન્સ ફેટ ખાનારા લોકોમાં હેલ્ધી ડાયેટ લેનારાઓ કરતા 15% ઓછું ટેસ્ટોસ્ટેરોન જોવા મળ્યું હતું.

Advertisement

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget