દારૂ નથી પીતા તો પણ લીવર સડી જશે ? આ 4 ખરાબ આદતો આજે જ છોડી દો, નહીંતર પસ્તાશો
Fatty Liver Alert: દુનિયામાં દર 3 માંથી 1 વ્યક્તિ પીડિત, 'સાયલન્ટ કિલર' બનતા પહેલા ફેટી લીવરને આ રીતે કરો રિવર્સ, જાણો નિષ્ણાતોનો મત.

Liver Cancer Risk: બદલાતી જીવનશૈલીના કારણે દુનિયાભરમાં Liver Problems (લીવરની સમસ્યાઓ) ખૂબ ઝડપથી વધી રહી છે. જેને આપણે સામાન્ય બીમારી સમજવાની ભૂલ કરીએ છીએ, તે 'ફેટી લીવર' હવે એક ગંભીર ખતરો બનીને ઉભરી રહ્યું છે. તાજેતરમાં મેડિકલ ભાષામાં Metabolic Dysfunction Associated Steatotic Liver Disease (MASLD) તરીકે ઓળખાતો આ રોગ જો સમયસર કાબૂમાં ન લેવાય, તો તે જીવલેણ Liver Cancer (લીવર કેન્સર) નું સ્વરૂપ ધારણ કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ, વિશ્વમાં પ્રત્યેક 3 પુખ્ત વયના લોકોમાંથી એક વ્યક્તિ આ સાયલન્ટ બીમારીનો શિકાર છે.
શા માટે આને 'સાયલન્ટ કિલર' કહેવાય છે?
અમેરિકાના પ્રખ્યાત 'એમડી એન્ડરસન કેન્સર સેન્ટર'ના અહેવાલ મુજબ, લીવરમાં જમા થયેલી વધારાની ચરબી ધીમે ધીમે Inflammation (બળતરા) પેદા કરે છે. આ સ્થિતિ આગળ જતાં Liver Fibrosis (લીવર ફાઈબ્રોસિસ) અને છેવટે Hepatocellular Carcinoma (હિપેટોસેલ્યુલર કાર્સિનોમા) એટલે કે લીવર કેન્સરમાં પરિવર્તિત થઈ શકે છે. ચિંતાજનક બાબત એ છે કે શરૂઆતના તબક્કે આ રોગના કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી, જેના કારણે દર્દીઓ નિદાન કરાવતા નથી અને છેલ્લે લીવર સંપૂર્ણ ડેમેજ થઈ જાય છે.
આ આદતો લીવરને બનાવી રહી છે બીમાર
નિષ્ણાતોના મતે, આપણી રોજિંદી કેટલીક આદતો જ આ રોગ માટે જવાબદાર છે:
ખરાબ ખોરાક (Unhealthy Diet): વધુ પડતી ખાંડ, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ અને કોલ્ડ ડ્રિંક્સ તેમજ પેકેટમાં મળતા Ultra-processed Foods (અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ) લીવરમાં ચરબીના થર જમા કરે છે. તેના બદલે શાકભાજી, આખા અનાજ, ડ્રાયફ્રૂટ્સ અને ઓલિવ ઓઈલવાળો 'ભૂમધ્ય આહાર' લેવો જોઈએ.
બેઠાડુ જીવન (Sedentary Lifestyle): કલાકો સુધી એકજગ્યાએ બેસી રહેવાથી લીવરની કાર્યક્ષમતા ઘટે છે. ડોકટરો સપ્તાહમાં ઓછામાં ઓછી 150 મિનિટની મધ્યમ કસરત અથવા 75 મિનિટની ભારે કસરત કરવાની સલાહ આપે છે.
અન્ય બીમારીઓ: જો તમને Type 2 Diabetes (ટાઈપ 2 ડાયાબિટીસ), સ્થૂળતા કે હાઈ કોલેસ્ટ્રોલ હોય, તો તમારે ફેટી લીવર માટે વધુ સાવધ રહેવાની જરૂર છે.
શરીર આ સંકેતો આપે તો ચેતી જજો
ભલે આ રોગ શાંત હોય, પરંતુ શરીર કેટલાક સંકેતો ચોક્કસ આપે છે. જેમ કે, અકારણ સતત Fatigue (થાક) લાગવો, પેટના જમણા ભાગમાં ઉપરની તરફ હળવો દુખાવો થવો કે લીવર એન્ઝાઇમમાં વધારો થવો.
આ રોગ રિવર્સ થઈ શકે છે
રાહતની વાત એ છે કે ફેટી લીવરને શરૂઆતના તબક્કે સરળતાથી મટાડી શકાય છે. જો તમે તમારા શરીરનું વજન માત્ર 5% થી 10% જેટલું પણ ઘટાડો, તો લીવરની ચરબીમાં મોટો ઘટાડો જોવા મળે છે. સંશોધનો એવું પણ સૂચવે છે કે Antioxidants (એન્ટીઓક્સીડેન્ટ્સ) થી ભરપૂર બ્લેક કોફીનું સેવન લીવર માટે ફાયદાકારક છે.
(ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી માટે છે. કોઈપણ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.)
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















