શિયાળા અને મગફળીને શું છે સંબંધ, ઠંડી ઋતુમાં તેના સેવનના આ છે 5 મહત્વના કારણો
શિયાળાની ઋતુ અને મગફળી વચ્ચે શું સંબંધ છે? ઠંડી પડતાં જ બજારોમાં મગફળી કેમ આવવા લાગે છે?, ઠંડી ઋતુમાં તેના સેવનના આ છે 5 મહત્વના કારણો
જો તમારું બાળપણ ઉત્તર ભારતમાં વીત્યું હોય તો તમે દર શિયાળામાં શેરીઓમાં મગફળી વેચાતી જોઈ હશે. શિયાળાની ઋતુ આવતાં જ મગફળી, ચીકી, રસ્તાઓ પર વેચાતી દેખાવા લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે, કે શિયાળાની ઋતુ અને મગફળી વચ્ચે શું સંબંધ છે? ઠંડી પડતાં જ બજારોમાં મગફળી કેમ આવવા લાગે છે?
વાસ્તવમાં, મગફળી પોષક તત્વોથી ભરપૂર છે અને તેને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પ્રોટીનથી ભરપૂર હોવાની સાથે ન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. વળી, મગફળી બદામ, કાજુ, અખરોટ જેટલી મોંઘી નથી.
વજન ઘટાડવા માટે કારગર
જો આપ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો મગફળી વેઇટ લોસમાં કારગર છે. મગફળીથી ભૂખ સંતોષાય છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી તેથી બીજી અનહેલ્થી વસ્તુ ખાવાથી બચી શકાય છે. આ રીતે મગફળી વેઇટ લોસમાં પણ કારગર છે.
પ્રોટીન
100 ગ્રામ મગફળીમાં લગભગ 25.8 ગ્રામ પ્રોટીન હોય છે. તે પ્રોટીનનો સારો સ્ત્રોત છે, તેથી શિયાળામાં તે ખૂબ જ ફાયદાકારક છે, મગફળી બેડ઼ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેથી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે.
ખનિજો અને વિટામિન્સ
મગફળીથી એકસાથે અનેક પોષક તત્વો મળે છે. મગફળી ખનિજ, વિટામિન્સ, પ્રોટીન, ઓમેગા-3, ઓમેગા-6, ફાઇબર, કોપર, ફોલેટ, વિટામિન-ઇ, થાઇમીન, ફોસ્ફરસ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે.
આ પણ વાંચો
કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી
India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )