Health Risk: શું તમે પણ કારમાં બેસતાની સાથે જ કરો છો આ કામ, તો થઈ જાઓ સાવધાન,નહીં તો જમારો જીવ પણ જઈ શકે છે
કારમાં બેસતાની સાથે જ AC ચાલુ કરવું એ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે,નિષ્ણાતો આ કરવાની ના પાડે છે. ઘણી વખત આવી બેદરકારીથી જીવ પણ જઈ શકે છે.
Car AC For Health : શું તમે પણ કારમાં બેસતાની સાથે જ AC ચાલુ કરો છો, જો હા, તો થઈ જાવ સાવધાન, કારણ કે આવું કરવું એ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમારી કાર તડકામાં પડી છે અને તેમાં બેસતાની સાથે જ AC ચાલુ કરો છો તો આનાથી પણ વધારે નુકશાન દાયક સાબિત થઈ શકે છે, માટે કારમાં AC ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ. જાણો આવી બેદરકારી સ્વાસ્થ્ય પર કેટલી ગંભીર અસર કરી શકે છે.
કારમાં બેસતાની સાથે જ AC ચલાવવાની આડઅસર
1. ફેફસાં માટે જોખમ
હેલ્થ એક્સપર્ટના મતે કારમાં બેસતાની સાથે જ એસી ચાલુ ન કરવું જોઈએ નહીંતર ગંભીર નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં, કારનું તાપમાન આપણા ફેફસાં કે શરીરના નિયમિત તાપમાન કરતાં ઘણું વધારે હોય છે. તેનાથી શુષ્કતાની સમસ્યા થઈ શકે છે. જો તમને ધૂળથી એલર્જી હોય તો તેની ગંભીર અસરો તમને થઈ શકે છે.
2. એલર્જીની સમસ્યા થઈ શકે છે
સામાન્ય તાપમાનવાળી કારમાં બેસતાની સાથે જ એસી ચાલુ ન કરવું જોઈએ. નિષ્ણાતોના મતે એસીના વેન્ટની નિયમિત પણે સફાઈ થતી નથી. તેને ચલાવતાની સાથે જ ધૂળ ફેલાવા લાગે છે જે આપણા શરીરની અંદર પહોંચી શકે છે. તેનાથી છીંક આવવી, એલર્જી કે શુષ્કતા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો આ લાંબા સમય સુધી થાય છે, તો તે અસ્થમા અથવા અન્ય શ્વસન રોગો તરફ પણ દોરી શકે છે.
3. તમે તમારો જીવ પણ ગુમાવી શકો છો
ઘણા રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે કારમાં બેસતાની સાથે જ ACમાં બેસવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યારે આપણે કારમાં બેસીને એસી ચલાવીએ છીએ ત્યારે તેની બારીઓ બંધ કરી દઈએ છીએ. આ દરમિયાન એસીમાંથી બેન્ઝીન ગેસ નીકળે છે, જે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. કારમાં મોટાભાગની વસ્તુઓ પ્લાસ્ટિક અથવા ફાઈબરની બનેલી હોય છે, જે ગરમ થાય ત્યારે ગેસનું ઉત્સર્જન કરે છે. આ જ કારણ છે કે તમે AC કારમાં બેસતા પહેલા જ બારી ખોલી લો. જ્યારે કારને તડકામાં લાંબા સમય સુધી પાર્ક કરવામાં આવે ત્યારે બારીઓ ખોલો, નહીંતર અંદર બનેલો ગેસ ક્યારેક જીવલેણ બની શકે છે.
કાર અંગે સાવધાની
1. જ્યારે તમે તડકામાં કે ગરમીમાં પાર્ક કરેલી કારમાં બેસવા જાવ તો પહેલા બધી બારીઓ ખોલો.
2. કાર સ્ટાર્ટ કર્યા પછી થોડો સમય રાહ જુઓ.
3. આ પછી, AC ચાલુ કરો અને વિન્ડો બંધ કરો.
4. આ ધૂળ અને ઝેરી વાયુઓનું જોખમ ઘટાડે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે તેના સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )