Monsoon Infections: વરસાદની સિઝનમાં યુરિન ઇન્ફેકશનથી બચાવે છે આ ફળ
ચોમાસુ એવો સમય છે જ્યારે લોકો સરળતાથી ચેપનો શિકાર બને છે. આ દરમિયાન પેટ, આંખ અને યુરિન ઈન્ફેક્શન સામાન્ય થઈ જાય છે. જો કે, યુરિન ઈન્ફેક્શન એ સૌથી વધુ તકલીફ આપે છે અને જે મહિલાઓને વધુ પરેશાન કરે છે.
Monsoon Infections: ચોમાસુ એવો સમય છે જ્યારે લોકો સરળતાથી ચેપનો શિકાર બને છે. આ દરમિયાન પેટ, આંખ અને યુરિન ઈન્ફેક્શન સામાન્ય થઈ જાય છે. જો કે, યુરિન ઈન્ફેક્શન એ સૌથી વધુ તકલીફ આપે છે અને જે મહિલાઓને વધુ પરેશાન કરે છે.
UTI સામાન્ય રીતે મૂત્રમાર્ગથી શરૂ થાય છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે કિડનીના કાર્યને ગંભીર અસર કરી શકે છે.
UTI માં શું થાય છે?
જ્યારે તમને ચેપ લાગે છે, ત્યારે તે હળવો દુખાવો અને પેશાબ કરતી વખતે બળતરા થાય છે. તેમજ વોશરૂમ જવાની ઇચ્છા થયા કરે છે, પેશાબનો રંગ ઘાટો છે અને ગંભીર ચેપને કારણે તાવ પણ આવી શકે છે.
યુરિન ઈન્ફેક્શન કેવી રીતે મટે છે?
તમારા ડૉક્ટર આ ચેપને દૂર કરવા માટે એન્ટિબાયોટિકનો કોર્સ લખશે. આ સિવાય પણ ઘણા પ્રાકૃતિક ઉપાયો છે, જે દર્દમાં રાહત આપવાની સાથે ભવિષ્યમાં આ સંક્રમણ સામે રક્ષણ આપવાનું પણ કામ કરે છે. હા, અમે ક્રેનબેરી વિશે વાત કરી રહ્યા છીએ, જે એક એવું ફળ છે, જેને ખાવાથી તમે ભવિષ્યમાં પણ આ ચેપથી બચી શકો છો.
બોસ્ટન યુનિવર્સિટીના ડેટા સૂચવે છે કે એક ગ્લાસ ક્રેનબેરીનો રસ પીવો, પુષ્કળ પ્રમાણમાં ખાવું અથવા તેને દરરોજ પૂરક તરીકે લેવું UTIs માટે એક સારું નિવારક માપ હોઈ શકે છે અને ચેપની સારવાર માટે એન્ટિબાયોટિકનો ઉપયોગ ધીમે ધીમે ઘટાડી શકે છે.
ક્રેનબેરી કેવી રીતે કામ કરે છે?
ક્રેનબેરી પ્રોએન્થોસાયનિડિન નામના તત્વથી ભરપૂર હોય છે, જે બેક્ટેરિયાને પેશાબની નળીઓની દિવાલો પર ચોંટવા નથી દેતું. અને અન્ય ઝેરી તત્વો સાથે શરીરમાંથી બહાર નીકળી દે છે. આ ફળ એન્ટીઓક્સીડેન્ટથી પણ ભરપૂર છે, જે બેક્ટેરિયાને વધવા દેતું નથી.
ક્રેનબેરીમાં ફેનોલિક એસિડ અને ફ્લેવોનોઈડ્સ જેવા સંયોજનો હોય છે, જે કોષોને રિપેર કરવામાં મદદ કરે છે.અસરગ્રસ્ત વિસ્તારમાં સોજોને ક્રેનબેરી ઘટાડે છે.
Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. Abp અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )