Health Tips: ગંદા મોજાંની ગંધ સૂંઘવાની આદતે આ વ્યક્તિને પહોંચાડી દીધો હોસ્પિટલ! જાણો શું હોય છે એસ્પરગિલોસિસ ચેપ
Health Tips: ગંદા મોજાંમાં સતત પરસેવો અને ભેજ એકઠા થાય છે, જે ફૂગના વિકાસ માટે આદર્શ વાતાવરણ બનાવે છે. જ્યારે ફૂગથી ભરેલી આવી દુર્ગંધવાળી હવા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે, ત્યારે તે આપણને બીમાર બનાવે છે.
Health Tips: જો તમે પણ ઘણા દિવસો મોજાં પહેરીને વિતાવતા હોવ તો હવે સાવધાન રહો. તાજેતરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંદા મોજાં ગંભીર ફંગલ ચેપનું કારણ બની શકે છે, જે ફેફસાંને પણ અસર કરી શકે છે. આ ચેપને તબીબી ભાષામાં એસ્પરગિલોસિસ (aspergillosis) કહેવામાં આવે છે. ડોક્ટરોના મતે, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમના માટે આ ચેપ ઘાતક સાબિત થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, ગંદા મોજાં સતત પરસેવો અને ભેજ એકઠા કરે છે, જે ફૂગના વિકાસ માટે આદર્શ વાતાવરણ બનાવે છે. જ્યારે ફૂગથી ભરેલી આવી દુર્ગંધવાળી હવા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે, ત્યારે તે ધીમે ધીમે ફેફસામાં જમા થવા લાગે છે. શરૂઆતના તબક્કામાં, તે સામાન્ય ઉધરસ અને શરદી જેવું લાગે છે, પરંતુ જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો, તે ગંભીર ચેપનું સ્વરૂપ લઈ શકે છે.
મોજાં સૂંઘવાની આદતને કારણે એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
તાજેતરમાં ચીનમાં, એક માણસને ગંદા મોજાંની ગંધ સૂંઘવાની આદત પડી ગઈ, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. ચીનના ચોંગકિંગ શહેરમાં રહેતા લી ક્વિને શરૂઆતમાં ફક્ત હળવી ઉધરસની ફરિયાદ હતી. શરૂઆતમાં તેણે સામાન્ય શરદી અને ખાંસી સમજીને તેને અવગણ્યું, પરંતુ ધીમે ધીમે તેની હાલત બગડવા લાગી. ખાંસી એટલી વધી ગઈ કે ઘણી રાતો ઊંઘ વગર પસાર થઈ ગઈ. લીને લાગ્યું કે કદાચ આ એક નાની સમસ્યા હશે, પરંતુ જ્યારે દુખાવો અસહ્ય બન્યો, ત્યારે તેણે ડૉક્ટરની સલાહ લીધી. તપાસ બાદ ડોક્ટરોએ કહ્યું કે લીના ફેફસાના નીચેના જમણા ભાગમાં સોજો અને ચેપ છે.
તપાસ બાદ ડોક્ટરો ચોંકી ગયા
તપાસમાં જે ખુલાસો થયો તેનાથી લીને પણ આઘાત લાગ્યો. ડોક્ટરોએ કહ્યું કે બળતરા અને ચેપ તેમના ફેફસાના નીચેના જમણા ભાગમાં ફેલાઈ ગયો છે. ડોક્ટરોના મતે, જો સમયસર સારવાર ન થઈ હોત તો આ ચેપ વધુ ગંભીર બની શક્યો હોત. લીની વાર્તા સ્પષ્ટ કરે છે કે શરૂઆતના લક્ષણોને હળવાશથી લેવા ક્યારેક મોંઘા સાબિત થઈ શકે છે.
ફેફસાંને સીધું નુકસાન
નિષ્ણાતો કહે છે કે મોજાંમાં જમા થયેલો પરસેવો અને ગંદકી ફૂગના વિકાસ માટે આદર્શ વાતાવરણ બનાવે છે. લાંબા સમય સુધી ગંદા મોજાં પહેરવાથી, આ ફૂગ હવા દ્વારા ફેફસાં સુધી પહોંચી શકે છે, જે ધીમે ધીમે ખતરનાક ચેપમાં વિકસી શકે છે. શરૂઆતમાં, તેના લક્ષણો સામાન્ય ઉધરસ અને શરદી જેવા હોઈ શકે છે. જે લોકો મોજાંની ગંધ લઈને એ જાણવા માંગે છે કે તેમને કેટલા દિવસ સુધી મોજાં ધોવાની જરૂર નથી, તેમણે આ ટાળવું જોઈએ.
આ રીતે તમારી જાતને સુરક્ષિત કરો
ડોકટરો ભલામણ કરે છે કે મોજાં દરરોજ બદલવા જોઈએ અને સારી રીતે ધોઈને સૂકવવા જોઈએ. ખાસ કરીને વરસાદ અને ઉનાળાની ઋતુમાં, પરસેવાને કારણે ચેપ ફેલાવાનું જોખમ અનેકગણું વધી જાય છે. જો પગમાં સતત ખંજવાળ, બળતરા કે દુર્ગંધ આવતી હોય, તો તેને હળવાશથી ન લો અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















