AC ચલાવીને પણ વીજળીનું વધુ નહિ આવે બિલ, ગરમીમાં ખાસ આ ટિપ્સને કરો ફોલો
હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, આવી સ્થિતિમાં એસીનો ઉપયોગ જરૂરિયાત બની ગઇ છે. જો કે એસીના ઉપયોગ સમયે આપને જો બિલની ચિંતા સતાવતી હોય તો આ ટિપ્સ કારગર છે.

ગરમી સતત વધી રહી છે, તાપમાન તેના દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં AC ચલાવવું એ હવે કોઈ લક્ઝરી નથી પરંતુ જરૂરિયાત બની ગઇ છે. જોકે ગરમીમાં ACનો ઉપયોગ બિલની ચિંતા પણ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે, AC નો અમુક ટ્રિકથી ઉપયોગ કરવામાં આવે તો વીજળીનો વપરાશ પણ વધુ નથી થતો અને એસીની ઠંડી હવા પણ માણી શકો છો.
જો તમે કેટલીક સ્માર્ટ પદ્ધતિઓ અપનાવો છો ઠંડક પણ મળશે અને બિલ પણ વધુ નહિ આવે. કેટલીક ટ્રિક એવી છે. જેનો ઉપયોગ કરીને તમે જો એસી યુઝ કરશો તો બિલની ચિંતા વિના આરામથી એસીને યુઝ કરી શકશો. અહીં અમે તમને 5 સરળ અને અસરકારક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે ગરમીમાં પણ રાહત મેળવી શકો છો, તે પણ તમારા ખિસ્સા પર ભારે પડ્યા વિના.
ACનું તાપમાન 24 ડિગ્રી રાખો
ઘણા લોકો ACને સીધું 18°C અથવા 20°C પર સેટ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે 1°Cનો દરેક વધારો લગભગ 6% વીજળી બચાવે છે? જો તમે AC ને 24°C પર સેટ કરો છો, તો તમે લગભગ 24% વીજળી બચાવી શકો છો. આ જ કારણ છે કે, હવે BEE (બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી) એ પણ કંપનીઓને ACનું ડિફોલ્ટ તાપમાન 24 °C રાખવા માટે કહ્યું છે.
દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આ તાપમાન આરામદાયક ઠંડક આપવા માટે પૂરતું છે. આપણું શરીર 36-37 ડિગ્રી સેલ્સિયસ પર કામ કરે છે, તેથી 24 ડિગ્રી સેલ્સિયસમાં પણ ઠંડી લાગશે.
- રૂમને હવાચુસ્ત બનાવો
એસીમાંથી નીકળતી ઠંડી હવા રૂમની બહાર ન જાય તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બારીઓ અને દરવાજા બરાબર બંધ કરો. બારીઓ પર જાડા પડદા અથવા બ્લાઇંડ્સ લગાવો જેથી સૂર્યપ્રકાશ અંદર ન આવે અને ઓરડાના તાપમાનમાં વધારો ન થાય. જો તમારા ઘરમાં હવાની નળીઓ અથવા વેન્ટ્સ હોય છે તો ચેક કરો કે કયાંય લિકેજ નથી થતાં.
- AC માં ટાઈમરનો ઉપયોગ કરો
સતત AC ચલાવવાથી બિલ વધવાની સાથે રૂમ વધુ પડતો ઠંડો થઈ જાય છે. આવી સ્થિતિમાં, ટાઈમર સેટ કરો. આ પદ્ધતિ માત્ર વીજળીની બચત જ નથી કરતી પણ રૂમનું ટેમ્પરેચર પણ નોર્મલ રાખે છે જેથી તમને રાત્રે સમય વિતતા વધુ થતાં કૂલિંગથી પણ બચી શકો છો.
- નિયમિતપણે ACની સર્વિસ કરાવો
તેની કાર્યક્ષમતા જાળવવા માટે ACની નિયમિત સર્વિસ કરવી મહત્વપૂર્ણ છે. ગંદા ફિલ્ટર હવાના પ્રવાહને અવરોધે છે અને ઠંડકને અસર કરે છે. સર્વિસમાં ગેસ લિકેજ જેવી સમસ્યાઓ પણ સામે આવી જાય છે. સારી રીતે જાળવવામાં આવેલ એસી પણ ઓછો પાવર વાપરે છે અને લાંબા સમય સુધી ચાલે છે.
- પંખા સાથે AC ચલાવો
જો ACની સાથે પંખો પણ ચલાવવામાં આવે તો ઠંડી હવા રૂમમાં ઝડપથી અને સારી રીતે ફેલાય છે. આ AC ને વધુ મહેનત કરતા અટકાવે છે અને તાપમાન થોડું વધારે રાખીને પણ તમે સારી ઠંડક મેળવી શકો છો. તેનાથી વીજળીનો વપરાશ પણ ઓછો થાય છે.આ રીતે એસી ચલાવશો તો બિલ પણ વધુ નહિ આવે અને ગરમીથી પણ રાહત મેળવી શકશો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )




















