શોધખોળ કરો

Ice Water Facial: શું તમે ચહેરા પર કરો છો બરફના પાણીનો ઉપયોગ? તો પહેલા જાણી લો આ નુકાસન, નહીં તો પછતાશો

Ice Water Facial: ત્વચાને સુંદર અને ગ્લોઈંગ બનાવવા માટે લોકો શું શું નથી કરતા. કેટલાક વિવિધ પ્રકારની પેસ્ટનો ઉપયોગ કરે છે અને કેટલાક બરફના પાણીનો નુસખો અજમાવતા હોય છે.

Ice Water Facial: ત્વચાને સુંદર અને ગ્લોઈંગ બનાવવા માટે લોકો શું શું નથી કરતા. કેટલાક વિવિધ પ્રકારની પેસ્ટનો ઉપયોગ કરે છે અને કેટલાક બરફના પાણીનો નુસખો અજમાવતા હોય છે. જેમ જેમ ઉનાળો આવ્યો છે, ઘણા લોકો ઠંડી વસ્તુઓ તરફ વળશે. કેટલાક લોકો ઉનાળામાં ત્વચાને સ્વસ્થ રાખવા માટે બરફનો ઉપયોગ પણ કરે છે, જેમ કે બરફ લગાવવો કે બરફના પાણીમાં મોં નાખવું. ચહેરા પર બરફના ઉપયોગને આઈસ વોટર ફેશિયલ કહેવામાં આવે છે.

આઈસ વોટર ફેશિયલ ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આના ઉપયોગથી તમારી ત્વચા ઠંડી રહે છે અને ચહેરા પર ગ્લો પણ દેખાય છે. આઈસ વોટર ફેશિયલ તમારી ત્વચામાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને તણાવ પણ ઘટાડે છે. જો કે, ઘણી વખત ખોટી રીતે તેનો ઉપયોગ કરવાને કારણે, તે લાભ આપવાને બદલે ચહેરાની ત્વચાને નુકસાન પહોંચાડે છે. આઈસ વોટર ફેશિયલ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીંતર આ ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

આઈસ વોટર ફેશિયલના ગેરફાયદા

1. ત્વચામાં બળતરા

બરફના પાણીનો ઉપયોગ કરતી વખતે, જો બરફના ટુકડા સીધા ચહેરા પર અથવા ત્વચા પર લગાવવામાં આવે તો તે બળતરા પેદા કરી શકે છે. તેથી, આ સમસ્યાઓથી બચવા માટે હંમેશા રૂમાલ અથવા સુતરાઉ કપડામાં બરફનો ટુકડો બાંધીને ચહેરા પર લગાવો. ચહેરા પર બરફ લગાવ્યા બાદ તેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો.

2. બેક્ટેરિયલ ચેપનું જોખમ

જો તમે ચહેરો ધોયા વિના ડાયરેક્ટ આઈસ વોટર ફેશિયલ કરો છો, તો આગલી વખતથી આવું કરવાનું ટાળો. કારણ કે તેનાથી તમારા ચહેરા પર બેક્ટેરિયલ ઈન્ફેક્શન થઈ શકે છે. ગંદા ચહેરા પર બરફ ઘસવાથી ચહેરા પર રહેલા બેક્ટેરિયા અને ગંદકી ત્વચાના છિદ્રોમાં પ્રવેશ કરે છે. જેના કારણે તમને સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે.

3. સંવેદનશીલ ત્વચા માટે હાનિકારક

જે લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે તેમના માટે આઈસ વોટર ફેશિયલ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને આઈસ ક્યુબથી ત્વચાની સમસ્યા થઈ શકે છે. ડ્રાય સ્કિનવાળા લોકોને પણ રોજ બરફના પાણીથી ફેશિયલ કરવાથી બળતરાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

4. ત્વચામાં લોહીનો પ્રવાહ પ્રભાવિત થાય છે

બરફનું પાણી ચહેરાની ત્વચામાં લોહીના પ્રવાહને અસર કરી શકે છે. આ જ કારણ છે કે આઈસ વોટર ફેશિયલ કરતી વખતે આ મહત્વપૂર્ણ બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જો તમને પહેલાથી જ ત્વચા સંબંધિત કોઈ સમસ્યા અથવા રોગ છે, તો ડૉક્ટરની સલાહ લીધા વિના આઈસ વોટર ફેશિયલ કરવાનું ટાળો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
Embed widget