Afternoon Nap: શું બપોરે કામ વચ્ચે ઝોકું ખાવું યોગ્ય છે? જાણો તેનો જવાબ
સામાન્ય રીતે તો બપોરે ઊંઘવાની આદતને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. પરંતુ ઓછા લોકો જાણે છે કે બપોરે ઊંઘની ઝપકી લેવાના કેટલાક ફાયદાઓ પણ હોય છે. કેટલાય અભ્યાસમાં તેની ખાતરી કરવામાં આવી છે.
Afternoon Nap: યૂનિવર્સિટી ઑફ પેનસિલ્વેનિયાના આસિસ્ટન્ટ પ્રોફેસરે બપોરે ઊંઘની ઝપકીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું, 'બપોરે ઊંઘવાથી કમમાં વધારે મન લાગે છે. મૂડ ફ્રેશ રહે છે. શોધકર્તાઓનું માનવું છે કે તેનાથી ઇમ્યૂનિટી પણ મજબૂત થાય છે. આ ઉપરાંત હૃદય સંબંધિત બિમારી થવાનું જોખમ પણ ઓછું થાય છે.'
જો કે, બપોરના સમયમાં ઊંઘ લેવાથી તમને રાત્રે ઊંઘવામાં પરેશાની થઇ શકે છે. એટલા માટે તમારા માટે આ જાણવું જરૂરી છે કે દિવસમાં કેટલા સમય માટે ઊંઘવું જોઇએ.
કેટલા સમય માટે ઉંઘવું
દિવસના સમયમાં 15થી 30 મિનિટની ઝપકી લઇ શકો છો. જો ત્યાર બાદ પણ તમને ઊંઘ આવે તો યોગ્ય રહેશે કે તમે 90 મિનિટની ઊંઘ લો.
કારણ કે ઊંઘ પૂરી ન થવાથી તમે પહેલાંથી વધારે થાકેલા અને માથાનો દુખાવો અનુભવી શકો છો. પરંતુ 90 મિનિટની ઊંઘ પૂરી કરવાથી તમે થકાવટનો અનુભવ થશે નહીં અને તમે પોતાના કામને સારી રીતે કરી શકશો.
વર્કઆઉટ અને ઉંઘ
શોધકર્તાઓનું માનવું છે કે વર્કઆઉટ કર્યાના તુરંત બાદ ઊંઘવાનું ટાળો. એક્સરસાઇઝ કરવાથી ઓછામાં ઓછા 2 કલાક બાદ જ ઊંઘો. દિવસમાં જો ઊંઘવાની આદત હોય તો ઊંઘવાનો સમય નક્કી કરી લો.
બધા લોકો માટે દિવસમાં ઊંઘની ઝપકી લેવાની જરૂર નથી
જો તમને દિવસે ઊંઘ નથી આવતી તો ઊંઘવાનું ટાળો. એક સ્ટડીના રિપોર્ટમાં આ વાતની ખાતરી થઇ ચુકી છે કે લગભગ 50 ટકા લોકોને બપોરે ઊંઘવાથી ફાયદો થતો નથી.
આ લોકોમાં સરકેડિયન રિધમ હોય છે. સરકેડિયન રિધમ શરીરને જણાવે છે કે ક્યારે ઊંઘવું છે, ક્યારે ઉઠવું છે. જો તમને દિવસના સમયે ઊંઘ નથી આવતી તો તેનાથી જાણી શકાય છે કે તમારા શરીરને આરામની જરૂર નથી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )