એક દિવસમાં કેટલું લેવું જોઇએ પ્રોટીન, જાણો યુરીક એસિડ વધતું હોય તો શું છે બેલેસ્ડ ડાયટ
Protein Intake: વધુ પડતું પ્રોટીન યુરિક એસિડ વધારી શકે છે. દિવસમાં કેટલું પ્રોટીન લેવું યોગ્ય છે અને સંતુલિત આહાર દ્વારા તેને કેવી રીતે નિયંત્રિત કરવું તે જાણીએ.

Protein Intake: આજકાલ દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઈ રહી છે, જીમમાં જવું, પ્રોટીન શેક પીવું, હાઈ પ્રોટીન ડાયટ લેવો એ સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પ્રોટીન લઈ રહ્યા છો તે તમારા શરીર માટે યોગ્ય માત્રામાં છે કે નહીં? ખાસ કરીને જો તમને યુરિક એસિડની સમસ્યા હોય, તો વધારાનું પ્રોટીન તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. જે વસ્તુ શરીરનું નિર્માણ કરે છે,તે જ વસ્તુ જો વધુ પડતી લેવામાં આવે તો તે જ વસ્તુ શરીરને તોડી પણ શકે છે. આવો, જાણીએ કે દિવસમાં કેટલું પ્રોટીન લેવું જોઈએ અને સંતુલિત આહાર દ્વારા યુરિક એસિડને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય છે.
પ્રોટીન અને યુરિક એસિડ વચ્ચેનો સંબંધ
જ્યારે આપણે હાઇ પ્રોટીન ખોરાક લઈએ છીએ, ખાસ કરીને રેડ મીટ, ચિકન, ફિશ જેવા એનિમલપ્રોટીન, ત્યારે શરીરમાં પ્યુરિન નામનું તત્વ વધે છે. પ્યુરિન તૂટી જાય ત્યારે યુરિક એસિડ બને છે. જો આ યુરિક એસિડ શરીરમાંથી બહાર ન નીકળે, તો તે સાંધામાં જમા થઈ જાય છે અને દુખાવો અને સોજો પેદા કરે છે.
કેટલું પ્રોટીન લેવુ યોગ્ય
એક સામાન્ય વ્યક્તિને દરરોજ શરીરના વજનના કિલો દીઠ લગભગ 0.8 થી 1 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. એટલે કે, જો તમારું વજન 60 કિલો છે, તો તમારે લગભગ 48 થી 60 ગ્રામ પ્રોટીનની જરૂર છે. પરંતુ જો યુરિક એસિડની સમસ્યા હોય, તો ડૉક્ટરની સલાહથી આ માત્રા થોડી ઘટાડી શકાય છે.
ઉચ્ચ પ્રોટીન આહારનું પાલન કરનારાઓ માટે ચેતવણી
જેમને યુરિક એસિડની સમસ્યા હોય છે તેઓએ રેડમીટ, દ્રાક્ષ, કઠોળ, મશરૂમ, પાલક અને બીયર જેવા ખોરાક પ્રત્યે સાવધ રહેવું જોઈએ. તેમાં પ્યુરિનનું પ્રમાણ વધુ હોય છે અને તે યુરિક એસિડ વધારી શકે છે.
યોગ્ય પસંદગીઓ શું છે?
ટોફુ, ઈંડાનો સફેદ ભાગ, ઓછી ચરબીવાળું દૂધ, સોયા દૂધ જેવા ઓછા પ્યુરિન પ્રોટીન સ્ત્રોતો છેદૂધી, ગોળ, કોળું જેવા લીલા શાકભાજી લઇ શકો છો. શરીરમાંથી યુરિક એસિડ બહાર કાઢવા માટે પુષ્કળ પાણી પીવો, સફરજન, જામફળ જેવા ફળો ખાઓ, જે સોજાને ઘટાડે છે
સ્વસ્થ રહેવું એ ફક્ત પૂરક ખોરાક લેવા અથવા હાઇ પ્રોટીન ફૂડ લેવા વિશે નથી, પરંતુ સમજદારીપૂર્વક ખાવા વિશે છે. જો તમને યુરિક એસિડની સમસ્યા હોય, તો તમારા પ્રોટીનને સમજદારીપૂર્વક પસંદ કરો. સ્વાસ્થ્ય એ કોઈ ટ્રેન્ડ નથી, તે તમારી જવાબદારી છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















