શોધખોળ કરો

શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 

ચીન બાદ ભારતમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. સોમવારથી અત્યાર સુધીમાં દેશમાં આ વાયરસના સાત દર્દીઓ નોંધાયા છે.

ચીન બાદ ભારતમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. સોમવારથી અત્યાર સુધીમાં દેશમાં આ વાયરસના સાત દર્દીઓ નોંધાયા છે. જેમાં બેંગલુરુ, નાગપુર, તમિલનાડુમાંથી બે અને અમદાવાદમાં એક કેસ મળી આવ્યો છે. HMPVના વધતા જતા કેસોથી આરોગ્ય વિભાગ પણ ચિંતાતુર છે.

ભલે આ વાયરસને કારણે કોરોના જેવી સ્થિતિ સર્જાઈ રહી હોવાની વાત નકારી કાઢવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા બે દિવસમાં નોંધાયેલા કેસોથી લોકોનું ટેન્શન ચોક્કસપણે વધી ગયું છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ચીનથી ફેલાયેલા આ વાયરસની સારવાર શું છે ? શું ત્યાં કોઈ રસી ઉપલબ્ધ છે ? શું આ વાયરસ પર એન્ટિબાયોટિક્સની કોઈ અસર થશે ? જો નહીં તો શા માટે ? આવો જાણીએ...

2001 માં ઓળખ કરવામાં આવી હતી 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે આ વાયરસને લઈને વધારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વાયરસ નવો નથી. મંત્રાલયે કહ્યું કે આ વાયરસની ઓળખ સૌપ્રથમવાર 2001માં થઈ હતી અને તે વર્ષોથી વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. આરોગ્ય નિષ્ણાતો એમ પણ કહે છે કે HMPV વાયરસ કોરોનાની જેમ મૃત્યુદરમાં વધારો કરતું નથી અને ભાગ્યે જ આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.

HMPV ની સારવાર શું છે ?

ચીનમાંથી ઉદ્ભવેલા HMPV વાયરસના લક્ષણો લગભગ કોવિડ-19 જેવા જ છે. જો કે, આ વાયરસ કોવિડથી તદ્દન અલગ છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે કોવિડ એક નવો વાયરસ હતો, તેથી માણસોમાં તેની સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ નહોતી. એચએમપીવી એ નવો વાયરસ નથી, તેથી તે માત્ર 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અથવા નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકો માટે જ ખતરનાક બની શકે છે. નિષ્ણાતો કહે છે કે 5 વર્ષથી વધુ ઉંમરના બાળક આ વાયરસ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ મેળવી શકે છે. જ્યાં સુધી આ વાયરસની સારવારની વાત છે, હજુ સુધી તેની કોઈ રસી બનાવવામાં આવી નથી.

શું એચએમપીવી વાયરસની એન્ટિબાયોટિક્સથી સારવાર કરી શકાય છે ?

હવે સવાલ એ છે કે શું આ વાયરસ પર એન્ટિબાયોટિક્સ અસરકારક છે અને શું આ દવાઓથી તેની સારવાર થઈ શકે છે. જવાબ છે ના. એન્ટિબાયોટિક દવાઓ કોઈપણ બેક્ટેરિયલ ચેપ પર તેની અસર બતાવે છે, કારણ કે HMPV એક વાયરસ છે, તો તેની સારવાર એન્ટિબાયોટિક્સથી  કરી શકાતી નથી. જો કે, એન્ટિબાયોટિક્સ નબળી રોગપ્રતિકારક શક્તિ દરમિયાન શરીરમાં અન્ય બેક્ટેરિયલ ચેપને અટકાવી શકે છે. તમે ડૉક્ટરની સલાહ મુજબ પ્રવાહી આહાર, દુખાવો, ઉધરસ અને અન્ય ચેપ માટે દવાઓ લઈ શકો છો.  

દુનિયાભરમાં HMPV વાયરસથી મચ્યો હાહાકાર, જાણો COVID-19 થી કેટલો છે અલગ ?

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IVF Treatment: સ્ત્રીઓ કેટલી ઉંમર સુધી કરાવી શકે છે IVF, જાણો તેમા કેટલો આવે છે ખર્ચ?
IVF Treatment: સ્ત્રીઓ કેટલી ઉંમર સુધી કરાવી શકે છે IVF, જાણો તેમા કેટલો આવે છે ખર્ચ?
Tips To Buy Fresh Muskmelon: શક્કર ટેટી સ્વીટ હશે કે નહિ? આ રીતે જાણો, ખરીદીની સ્માર્ટ ટિપ્સ
Tips To Buy Fresh Muskmelon: શક્કર ટેટી સ્વીટ હશે કે નહિ? આ રીતે જાણો, ખરીદીની સ્માર્ટ ટિપ્સ
Esophageal Cancer: જો તમને સતત ઉધરસ આવતી હોય તો સાવધાન, હોઈ શકે છે અન્નનળીનું કેન્સર
Esophageal Cancer: જો તમને સતત ઉધરસ આવતી હોય તો સાવધાન, હોઈ શકે છે અન્નનળીનું કેન્સર
Health Tips: રાત્રે વધેલી રોટલીને ફેંકવાની ભૂલ ન કરો, જાણીલો વાસી રોટલી ખાવાના અદભૂત ફાયદા
Health Tips: રાત્રે વધેલી રોટલીને ફેંકવાની ભૂલ ન કરો, જાણીલો વાસી રોટલી ખાવાના અદભૂત ફાયદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એપ્રિલમાં અગનવર્ષા
Hun To Bolish : હું તો બોલીશ : નીતિ-રીતિથી નારાજ?
Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ થઈ
Mansukh Vasava : મારા બદલે સારા કાર્યકરોને ચૂંટણી લડવાનો મોકો મળે, વસાવાનું મોટું એલાન
Asha Bhosle Passes Away : જાણીતા ગાયિકા આશા ભોંસલેનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ડોનાલ્ડ ટ્રમ્પનો પારો છટક્યો: ઈરાનને ધમકી આપતા કહ્યું - ‘પરમાણુ બોમ્બ...’
શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ડોનાલ્ડ ટ્રમ્પનો પારો છટક્યો: ઈરાનને ધમકી આપતા કહ્યું - ‘પરમાણુ બોમ્બ...’
સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ,
સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ, "AAP ને હરાવવા ભાજપે કોંગ્રેસને ઉમેદવારો ઉછીના આપ્યા!"
ઇસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી મેરેથોન અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ: જાણો શું હતા આ 5 મુખ્ય કારણો?
ઇસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી મેરેથોન અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ: જાણો શું હતા આ 5 મુખ્ય કારણો?
અમેરિકા સાથેના ટેન્શન વચ્ચે ઈરાનનું મોટું એલાન: ઈરાને કરી ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન
અમેરિકા સાથેના ટેન્શન વચ્ચે ઈરાનનું મોટું એલાન: ઈરાને કરી ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન
"ગોપાલ ઈટાલિયા ગુંડાઓ સાથે સ્ટેજ શેર કરે છે": અલ્પેશ કથિરીયાનો ગોપાલ ઈટાલિયાને જવાબ
રાજકોટ ભાજપમાં ભડકો! નારાજ 'મામા'ને મનાવવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાતોરાત કેમ દોડવું પડ્યું?
રાજકોટ ભાજપમાં ભડકો! નારાજ 'મામા'ને મનાવવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાતોરાત કેમ દોડવું પડ્યું?
સ્થાનિક ચૂંટણીઓ વચ્ચે મનસુખ વસાવાનો મોટો ધડાકો: લોકસભા ચૂંટણી ન લડવાની કરી જાહેરાત!
સ્થાનિક ચૂંટણીઓ વચ્ચે મનસુખ વસાવાનો મોટો ધડાકો: લોકસભા ચૂંટણી ન લડવાની કરી જાહેરાત!
Embed widget