(Source: ECI/ABP News/ABP Majha)
આપને વારંવાર થઇ જાય છે શરદી તો રૂટીન ડાયટમાં આ શાકને અવશ્ય કરો સામેલ, ઇમ્યૂનિટી થશે બૂસ્ટ
ઉનાળાની ઋતુમાં પણ કેટલાક લોકોને વારંવાર શરદી થાય છે. વીકનેસ અનુભવાઇ છે અને શરીરમાં વારંવાર ઇન્ફેકશન થાય છે. જો આપની સાથે પણ આવું થતું હોય તો અહીં જણાવેલ શાકભાજી રોજ ખાઓ.
Health tips:ઉનાળાની ઋતુમાં પણ કેટલાક લોકોને વારંવાર શરદી થાય છે. વીકનેસ અનુભવાઇ છે અને શરીરમાં વારંવાર ઇન્ફેકશન થાય છે. જો આપની સાથે પણ આવું થતું હોય તો અહીં જણાવેલ શાકભાજી રોજ ખાઓ.
શરદી જેવા રોગો માત્ર શિયાળામાં વધુ થાય છે પરંતુ કેટલાક લોકોને બારેમાસ શરદીની સમસ્યા સતાવે છે. આ સમસ્યાઓ તે લોકોને પણ પરેશાન કરી શકે છે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે. વારંવાર શરદી, ઉધરસ, તાવ, આવી સમસ્યાઓથી સતત પરેશાન રહેવું એ એ વાતની નિશાની છે કે, આપની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. . રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, આપને આપના આહારની સાથે સાથે જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કેટલાક એવા શાકને ડાયટમાં સામેલ કરીને આપ ઇમ્યૂનિટીને બૂસ્ટ કરી શકો છો.
કેટલાક એવા શાકભાજીને ડાયટમાં સામેલ કરવાથી પાચનતંત્ર દુરસ્ત થવાની સાથે રોગપ્રતિકારકશક્તિ વધે છે. તો જાણીએ ક્યાં શાકને ડાયટમાં સામેલ કરવાથી ઇમ્યૂનિટી પાવર બૂસ્ટ થાય છે.
- કેપ્સીકમ
- કાચું કેળું
- ગોળ
- કોળુ
- જેકફ્રૂટ
- લીલી ડુંગળી
- બ્રોકોલી
- લસણ
અમારી યંગ જનરેશન મોસ્ટ બોરિંગ વેજીટેબલ માને છે પરંતુ અહીં જણાવેલ આ શાકભાજી ખૂબ બેહદ ગુણકારી છે. આ તમામ શાકને આપ સ્વાદિષ્ટ બનાવીને તેનું સેવન કરી શકો છે. જેના ગુણો આપને ઇન્ફેકશનથી બચાવશે.લીલી ડુંગળીને આપ શાક તરીકે તેમજ સલાડમાં પણ ખાઇ શકો છો. અથવા તો તેમાં દાળ મિક્સ કરીને આપ બનાવી શકો છો. મિક્સ વેજ શબ્જીમાં પણ આપ તેનો ઉપયોગ કરી શકો છો. લીલી ડુંગળી શરીરના દોષોને સંતુલિત રાખવામાં મદદ કરે છે અને આપને અનેક બીમારીથી પણ બચાવે છે.ઉનાળામાં આવતા તુરિયા પણ ગુણોના ભંડાર છે. જો કે આ શાક પણ બાળકો અને યુવા લોકોને ખૂબ બોરિંગ લાગે છે. આ રીતે આપ તેને કોફતાના રૂપે અને ડ્રાય સબ્જીના રૂપે લઇ શકો છો.આપ તેને દાળ સાથે મિક્સ કરીને પણ લઇ શકો છો. તુરિયાના ચણાદાળ સાથે પણ ટેસ્ટી બનાવીને ખાઇ શકાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )