Health :ઠંડીમાં પણ રાત્રે આપને પણ આવે છે પરસેવો, તો સાવધાન આ ગંભીર બીમારીના છે સંકેત
Health: શિયાળામાં તાપમાન ગગડતાં સામાન્ય રીતે ઠંડી અનુભવાય છે, પરંતુ જો હાડ થીજાવતી ઠંડીમાં પણ આપને રાત્રે સૂતા હોય અને અચાનક પરસેવો આવે અને જાગી જાવ તો આ લક્ષણો કેટલીક બીમારીના આપે છે સંકેત
Health:શિયાળાની ઠંડીની રાત્રે, જ્યારે દરેક રજાઇની ગરમીનો આનંદ માણતા હોય છે, ત્યારે કેટલાક લોકો પરસેવાથી લથબથ થઇને અચાનક જાગી જાય છે. જો આવું વારંવાર થતું હોય તો તેને હળવાશથી લેવું યોગ્ય નથી.
શિયાળાની ઠંડીની રાત્રે, જ્યારે દરેક રજાઇની ગરમીનો આનંદ માણતા હોય છે, ત્યારે કેટલાક લોકો પરસેવાથી લથબથ જાગી જાય છે. જો આવું વારંવાર થતું હોય તો તેને હળવાશથી લેવું યોગ્ય નથી. નિષ્ણાતો કહે છે કે ઠંડા વાતાવરણમાં રાત્રે પરસેવો થવો એ કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
ઠંડીમાં રાત્રે પરસેવો આવવાના ઘણા કારણો હોઈ શકે છે. સૌથી સામાન્ય કારણો હોર્મોનલ અસંતુલન, ચેપ અથવા ખૂબ ગરમ કપડાં પહેરવા હોઈ શકે છે. પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે તો તે કેટલીક ગંભીર બીમારીઓનું લક્ષણ હોઈ શકે છે.
ટીબી
ટીબીના પ્રારંભિક લક્ષણોમાં રાત્રે પરસેવો આવવાનો સમાવેશ થાય છે. આ ચેપ ફેફસાંને અસર કરે છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ખતરનાક બની શકે છે.
હોજિકિન્સ લિંફોમા
આ એક પ્રકારનું કેન્સર છે, જે લસિકા ગાંઠોને અસર કરે છે. તેના લક્ષણોમાં રાત્રે પરસેવો, વજનમાં ઘટાડો અને તાવનો સમાવેશ થાય છે.
હાયપરથાઇરાઇડિઝ્મ
જ્યારે થાઇરોઇડ ગ્રંથિ વધુ સક્રિય હોય ત્યારે રાત્રે પરસેવો પણ આવી શકે છે. આ સ્થિતિ હૃદયના ધબકારા વધારી શકે છે અને શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં સમસ્યા ઊભી કરી શકે છે.
મેનોપોઝ અથવા હોર્મોનલ ઇમ્બેલેન્સ
મેનોપોઝ દરમિયાન હોર્મોનલ ફેરફારોને કારણે મહિલાઓને ઠંડા હવામાનમાં પરસેવો થઈ શકે છે.
હૃદય સંબંધિત સમસ્યાઓ
રાત્રે પરસેવો એ હાર્ટ એટેક જેવી હૃદયની સમસ્યાઓની નિશાની હોઈ શકે છે.
શું કરવું?
જો તમને ઠંડીમાં રાત્રે વારંવાર પરસેવો થતો હોય તો તેને અવગણશો નહીં. ડૉક્ટરની સલાહ લો અને જરૂરી ટેસ્ટ કરાવો. આ સિવાય તણાવ ઓછો કરવા માટે સંતુલિત આહાર લો, પૂરતું પાણી પીઓ અને યોગ કે ધ્યાનની મદદ લો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )