Eating Tips: સલાડનું સેવન જો આ સમયે કરશો તો વજન ઘટવાની બદલે વધી જશે, જાણો એકસ્પર્ટે શું આપી સલાહ
Eating Tips: સામાન્ય રીતે સલાડને હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. સલાડના સેવનના અદભૂત ફાયદા પણ છે જો કે તેને રાત્રે ખાશો તો વજન ઘટવાને બદલે વધી જશે
Health Tips: સામાન્ય રીતે દરેક હેલ્થ એક્સર્ટ રાત્રે હળવા ભોજનની જ સલાહ આવે છે. જેને આયુર્વૈદ પણ માને છે. હેવી અને અનડાયજેસ્ટ ફૂડ લેવાથી સ્વાસ્થ્ય સંબંધ સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી આયુર્વૈદ અનુસાર રાત્રે આ ફૂડનું સેવન ભૂલથી પણ ન કરવું જોઇએ.
આયુર્વેદ રાત્રે કાચુ સલાડ ન ખાવાની સલાહ આપે છે. રાત્રે સલાડ ખાવાથી વાત અનેક ગણું વધી જાય છે. કાચુ સલાડ લેવાની બદલે આપ વેજિટેબલ બાફીને કે સૂપ કરીને કે ગ્રીલ કરીને લઇ શકો છો. રાત્રે સલાડ ખાવાથી ગેસ, પેટ ફૂલવું, પેટમાં દુખાવો, અપચો, રાત્રે યોગ્ય રીતે ઊંઘ ન આવવી, શુષ્ક ત્વચા, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ જો તમે હંમેશા રાત્રે સલાડ ખાતા હોવ અને તમને તેનાથી કોઈ સમસ્યા ન હોય તો તમે તેને ચાલુ રાખી શકો છો. સલાડ માટેનો ઉતમ સમય લંચ પહેલાનો છે.
ઘઉં ભારે ખોરાક છે. રાત્રિના સમયે ઘઉંની કોઇ પણ આઇટમ લેવાનું ટાળવું જોઇએ. ઘઉં પચવા માટે લાંબો સમય લે છે. આ જ કારણ છે કે, રાત્રિના ડાયટ પ્લાનમાંથી ઘઉંની બાદબાકી કરી દેવી.
ક્યારેય પણ રાત્રિના સમયે દહીંનું સેવન ન કરવું જોઇએ. રાત્રે દહીંનું સેવન કફ પિત્તને વધારે છે.
રફાઇન્ડ લોટ એટલે કે મેંદાનું સેવન પણ ક્યારે રાત્રે ન કરવું જોઇએ. મેંદો પચવામાં ખૂબ મુશ્કેલ હોય છે.
મીઠાઇ, ચોકલેટ વગેરે મીઠા પદાર્થને પણ રાત્રે ન ખાવા જોઇએ કારણ કે મીઠી વસ્તુઓ ભારે હોય છે અને તેને પચવામાં પણ બહુ સમય લાગે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )