Cardiac Arrest: કાર્ડિયાક અરેસ્ટના 24 કલાક પહેલા શરીર આપે છે આ સંકેત, આ લક્ષણોને ન કરો ઇગ્નોર
પુરુષો અને સ્ત્રીઓમાં કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો અલગ-અલગ હોય છે. કાર્ડિયાક અરેસ્ટ એ હૃદય માટે સૌથી ખતરનાક સ્થિતિ માનવામાં આવે છે, કારણે આ સ્થિતિ સારવારનો પણ સમય નથી આપતી
Cardiac Arrest:કાર્ડિયાક અરેસ્ટ એ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિનું હૃદય અચાનક કામ કરવાનું અથવા ધબકારા કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં, જો વ્યક્તિને તાત્કાલિક સારવાર ન મળે, તો તેનું મૃત્યુ થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે આ સાયલન્ટ કિલર રોગના લક્ષણો પુરુષો અને સ્ત્રીઓમાં સરખા નથી હોતા. તે એમ પણ કહે છે કે કાર્ડિયાક અરેસ્ટથી પીડિત કેટલાક લોકોમાં 24 કલાક પહેલા જ લક્ષણો દેખાવા લાગે છે.
પુરુષો અને સ્ત્રીઓમાં કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો અલગ-અલગ હોય છે. કાર્ડિયાક અરેસ્ટ એ હૃદય માટે સૌથી ખતરનાક સ્થિતિ માનવામાં આવે છે, જેના કારણે મોટાભાગના લોકો સારવાર લેતા પહેલા મૃત્યુ પામે છે.
એક અભ્યાસ અનુસાર, કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો પુરુષો અને સ્ત્રીઓમાં અલગ-અલગ હોય છે. કાર્ડિયાક અરેસ્ટ એ હૃદય માટે સૌથી ખતરનાક સ્થિતિ માનવામાં આવે છે, જેના કારણે મોટાભાગના લોકોને સારવાર મળે તે પહેલા જ પોતાનો જીવ ગુમાવવો પડે છે.
યુ.એસ.માં શ્મિટ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીડર્સ સિનાઇ મેડિકલ સેન્ટરના નવા સંશોધન મુજબ, સ્ત્રીઓ અને પુરુષોમાં કાર્ડિયાક અરેસ્ટના એક દિવસ પહેલા કેટલાક સંકેતો જોવા મળે છે, જેમ કે મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ અનુભવવી. જ્યારે પુરુષોને છાતીમાં દુખાવાની સમસ્યા રહે છે.
આ લક્ષણો કાર્ડિયાક અરેસ્ટ પહેલા શરીરમાં દેખાય છે
જર્નલ લેન્સેટ ડિજિટલ હેલ્થમાં પ્રકાશિત, આ અભ્યાસમાં ભાગ લેનારા 50 ટકા લોકોએ કહ્યું કે કાર્ડિયાક અરેસ્ટના થોડા કલાકો પહેલા તેમને શરીરમાં કેટલાક ફેરફારો થયા હતા. મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ હતી. જ્યારે પુરુષોને છાતીમાં દુખાવો થતો હતો.જો આવા કોઇ લક્ષણો અચાનક અનુભવાય તો તેને અવોઇડ ન કરવા જોઇએ અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું તફાવત છે?
હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો મૂળભૂત તફાવત એ છે કે આ કોલેસ્ટ્રોલના કારણે ધમનીઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી અને ધમનીઓમાં બ્લોકેજને કારણે હાર્ટ એટેક આવે છે. આ બ્લોકેજને કારણે બ્લડ સપ્લાયમાં વિક્ષેપ આવે છે અને હાર્ટ એટેક આવે છે. તો કાર્ડિયાક અરેસ્ટ હાર્ટની ઇલેક્ટ્રીકલ સિસ્ટમમાં એરર આવી જતાં થાય છે. જેના કારણે હૃદય અચાનક ધડકવાનું બંધ કરી દે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )