Health Tips: શરીરમાં ખાંડની ઓછી માત્રા પણ ખતરનાક સ્થિતિ સર્જે છે, આ 2 બિમારીના થઇ શકો છો શિકાર
બ્લડ સુગર, જેને ગ્લુકોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે તમે ખોરાક ખાઓ છો, ત્યારે ગ્લુકોઝ તમારા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. અહીંથી તે શરીરના કોષોમાં જાય છે.
Health : ખાંડને આપણે સામાન્ય રીતે શરીરનો દુશ્મન માનીએ છીએ. જો કે ખાંડ પણ શરીર માટે ખૂબ જ જરૂરી છે. ગ્લુકોઝનું સામાન્ય સ્તર 80-110 mg/dL (મિલિગ્રામ પ્રતિ ડેસિમીટર) ની વચ્ચે હોવું જોઈએ. 90 mg/dL એ સરેરાશ રક્ત ખાંડનું સ્તર માનવામાં આવે છે. જો તમારા શરીરમાં શુગર લેવલ 72mg/dL અથવા તેનાથી ઓછું થઈ જાય તો લો બ્લડ સુગરની સ્થિતિ બની જાય છે. આ સ્થિતિને હાઈપોગ્લાયકેમિઆ કહેવામાં આવે છે. જે લોકો ડાયાબિટીસ ધરાવતા હોય છે તેઓ ઘણીવાર ઘટી રહેલા સુગર લેબલને ધ્યાનમાં લેતા નથી. તેવી જ રીતે, જો સામાન્ય વ્યક્તિમાં પણ બ્લડ સુગર ઓછી થઈ જાય, તો તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ તેના લક્ષણો અને સારવાર વિશે.
લો બ્લડ સુગરના કારણો
બ્લડ સુગર, જેને ગ્લુકોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે તમે ખોરાક ખાઓ છો, ત્યારે ગ્લુકોઝ તમારા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. અહીંથી તે શરીરના કોષોમાં જાય છે. ઇન્સ્યુલિન, જે સ્વાદુપિંડમાં બને છે, તે કોષોને ઊર્જા માટે ગ્લુકોઝનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. લો બ્લડ શુગર એ ડાયાબિટીસની આડ અસર છે. ડાયાબિટીસ શરીરની ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવાની ક્ષમતાને અસર કરે છે. જેના કારણે લો બ્લડ શુગરની સ્થિતિ સર્જાય છે. બીજી તરફ, જે લોકો કોઈ કારણસર ભૂખ્યા રહે છે અથવા સરેરાશ કરતા ઓછો ખોરાક લે છે, વધુ ઉપવાસ રાખે છે, તેઓ લો બ્લડ સુગરનો શિકાર બની શકે છે.
લો બ્લડ સુગરના લક્ષણો
- ઝાંખી દ્રષ્ટિ
- ધબકારા વઘી જવા
- ચક્કર આવવા
- ત્વચા નિસ્તેજ
- માથાનો દુખાવો
- ઊંઘવામાં મુશ્કેલી
- વધેલી ભૂખ
ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
જો લો બ્લડ સુગર ઓળખવામાં ન આવે અને તાત્કાલિક સારવાર ન કરવામાં આવે, તો દર્દી બેહોશ થઈ શકે છે અથવા કોમામાં પણ જઈ શકે છે. બદલાતી જીવનશૈલીના કારણે બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે.
લો બ્લડ સુગરની સારવાર
જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો ચોક્કસપણે તમારી સાથે ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ નાસ્તો રાખો. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન અનુસાર, ખોરાકમાં ઓછામાં ઓછું 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોવું જરૂરી છે. ડ્રાયફ્રૂટ્સ, જ્યુસ કે કૂકીઝને ડાયટમાં સામેલ કરી શકાય છે.
ઘરની બહાર નીકળતા પહેલા નાસ્તો અવશ્ય કરો.
- ચક્કર આવતાં તરત જ મીઠી વસ્તુઓ ખાઓ.
તમારી બ્લડ શુગરની નિયમિત તપાસ કરાવો.
ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાનો નિયમિત ઉપયોગ કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )