Myths Vs Facts: શું ઘઉંની રોટલી ખાવાનું છોડી દેવાથી તમે થઇ જશો ફિટ, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Roti For Weight: સ્થૂળતા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે
Roti For Weight: સ્થૂળતા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે. આ જ કારણ છે કે લોકો સ્થૂળતા ઘટાડવા માટે સખત કસરત કરવાની સાથે-સાથે સ્ટ્રિક્ટ ડાયટનું પાલન કરીને વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકો ફિટ રહેવા માટે રોટલી અને ભાત ખાવાનું પણ છોડી દે છે. આવી સ્થિતિમાં ઘઉંની રોટલી ખાવાથી વજન વધે છે કે કેમ તેવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે. લોકોના મનમાં ઘણી વાર આ મૂંઝવણ હોય છે કે શું તેઓ ઘઉંની રોટલી ખાવાનું બંધ કરશે તો વજન ઘટશે? આ અંગે વિવિધ આહારશાસ્ત્રીઓના અલગ-અલગ મંતવ્યો છે.
Myth: શું ઘઉંની રોટલી ખાવાથી વજન વધે છે?
Fact: એમાં કોઈ શંકા નથી કે રોટલીમાં વધુ કેલરી અને વધુ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. તેથી જો રોટલી વધુ માત્રામાં ખાવામાં આવે છે તો શરીરમાં વધુ કેલરી ઇનટેક થાય છે અને તે ચરબી તરીકે શરીરમાં સંગ્રહિત થાય છે. તેથી એવું કહી શકાય કે જો ઘઉંની રોટલી વધારે ખાવામાં આવે તો વજન વધી શકે છે.
Myth: શું ઘઉંની રોટલી છોડી દેવાથી વજન ઘટે છે?
Fact:બદલાતા સમય અને જીવનશૈલી સાથે ડાયેટિશિયનથી લઈને જીમ ટ્રેનર સુધી દરેક વ્યક્તિ ઘઉંની રોટલીના બદલે બાજરીમાંથી બનાવેલા રોટલા ખાવાની સલાહ આપે છે. વાસ્તવમાં ઘઉંની રોટલીમાં વધુ કેલરી હોય છે. આવી સ્થિતિમાં રોટલી જે લોકો નિયમિત કસરત કરે છે તેમના સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી, પરંતુ જે લોકો ઘઉંની રોટલી ખાય છે પરંતુ કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરતા નથી, તેમનું વજન રોટલી ખાવાથી વધી શકે છે.
એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?
જો તમારું વજન ઓછું થઈ રહ્યું છે તો તમારા આહારમાં વધુ ને વધુ ફાઈબર અને પ્રોટીનનો સમાવેશ કરો. આ સાથે તમે આખા દિવસમાં 2 થી 3 રોટલી ખાઈ શકો છો. તેમજ નિયમિત કસરત અને જુવાર, બાજરી, રાગીના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી સારું પરિણામ મળી શકે છે.
શું ચોખા વજન વધારી શકે છે?
ઘણીવાર લોકોને ભાત ઓછા ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેનાથી વજન વધે છે. પાતળા લોકોને દરરોજ આ સવાલો થતા રહે છે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ભાત ખાવાથી વજન વધી શકે છે. આ અંગે નિષ્ણાતો કહે છે કે ભાત ખાધા પછી સરળતાથી પચી જાય છે, તેથી તે વજન વધારવામાં મદદ કરી શકે છે.
ચોખામાં રહેલા પોષક તત્વોને શરીર ખૂબ જ સરળતાથી શોષી લે છે, જેની અસર વજન પર જોવા મળે છે. જો કોઈને દાળ અને ભાત ખાવાનું પસંદ હોય અથવા ખીચડી બનાવીને ખાય તો તેનું વજન વધી શકે છે.
વજન ઘટાડવામાં રોટલી કે ભાતમાંથી શું સારુ
ડાયેટિશિયનના મતે જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે સરળતાથી પચી શકે તેવા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે શરીર આવા ખોરાકને સરળતાથી શોષી લે છે અને તમને ઝડપથી ભૂખ લાગે છે. જો રોટલી અને ભાત બંને યોગ્ય માત્રામાં ન ખાવામાં આવે તો વજન વધે છે. ચોખા ઝડપથી પચી જાય છે અને ઝડપથી કેલરી વધારવાનું કામ કરે છે, તેથી તેનાથી વજન વધે છે. રોટલી ધીમે ધીમે પચી જાય છે તેથી તે વજન ઘટાડવામાં સારું માનવામાં આવે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )