Skin care tips: મોંઘાદાટ બોટોક્સના ઇંજેકશન લેવાની જરૂર નથી, માત્ર રસોડામાં રહેલી વસ્તુથી ફાઇન લાઇન્સ કરો દૂર
વધતી ઉંમરની અસર સ્કિન પર બહુ ઝડપથી જોવા મળે છે. સ્કિન ઢીલી થવી. કરચલી પડવી, જેવી સમસ્યા વધવા લાગે છે. વધતી ઉંમરની અસરને સ્કિન પર ઓછી કરવા માટે આ નેચરલ રેમેડી અજમાવી શકો છો જે ખૂબ અસરકારક છે.
Home remedies wrinkles:ફાઈન લાઈન્સ અને કરચલીઓની સમસ્યા મુખ્યત્વે બે કારણોસર વધુ પરેશાન કરે છે. એક તો વધુ પડતો તણાવસ બીજું તમારી ત્વચા પ્રત્યેની બેકાળજી. ત્રીજું ખૂબ જ સામાન્ય કારણ શુષ્ક ત્વચા છે. આ બધાની સમાન્ય કાળજીથી મેનેજ કરી શકાય છે.
તમારા ચહેરા પર ફાઈન લાઈન્સ અને કરચલીઓનું કારણ શું છે તે જાણવા માટે પહેલા ત્રણ બાબતો ધ્યાનમાં લો: શું તમારી ત્વચા શુષ્ક છે? શું તમે ઘણા તણાવમાં છો? શું સ્કિન કેર રૂટીન યોગ્ય છે? કારણ કે કોઈપણ મહિલાના ચહેરા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ દેખાવા માટે આ ત્રણ મુખ્ય કારણો છે. જો કે, મોટી ઉંમરે ફાઈન લાઈન્સ અને કરચલીઓ આવવી એક સામાન્ય બાબત છે.
જો તમે ફાઈન લાઈન્સને દૂર કરવા માંગો છો તો એવોકાડો ઓઇલ તમારી સમસ્યો ઇલાજ છે. . આ તેલ એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. ઉપરાંત, આ તેલ ખૂબ જ લાઇટ હોવાથી ત્વચામાં તરત જ શોષાય છે અને ચિપપાટ નથી અનુભવાતી. ખીલ અને તૈલી ત્વચા પર પણ તેનો આરામથી ઉપયોગ કરી શકાય છે. તેનો અર્થ એ કે, જો તમારી ત્વચા તૈલી છે, ખીલ થવાની સંભાવના છે અને તમે કરચલીઓ અને ફાઇન લાઇન્સથી પરેશાન છો તો પણ તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો.
લીંબુના રસમાં મધ મિક્સ કરીને ત્વચા પર લગાવો, તેમાં મોજૂદ વિટામિન સી કોલેજનના નિર્માણમાં મદદ કરે છે.જે ફાઇન્સ લાઇને દૂર કરે છે.
ચહેરા પર મધની માલિશ કરો. જે ત્વચાના પીએચને સંતુલિત કરે છે. કરચલી અને ફાઇન લાઇન્સની કન્ડિશનિંગ કરીને ઓછી કરવામાં મદદ કર છે. હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને લગાવી શકો છો.
એલોવેરા જેલ અને ઈંડાની સફેદી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. એલોવેરા જેલ એ વિટામિન E નો સ્ત્રોત છે જે ત્વચા માટે બૂસ્ટર છે અને ઈંડાની સફેદી સાથે ઉત્તમ તેનં સંયોજન બને છે. એલોવેરા તેના એન્ટીઑકિસડન્ટો અને સોજા વિરોધી તત્વો સાથે શુષ્ક ત્વચાને પણ હાઇડ્રેઇટ કરે છે.
આંખોની નીચે અને અન્ય કરચલીવાળી જગ્યાઓ પર થોડા સમય માટે નારિયેળ તેલની માલિશ કરો. નારિયેળ તેલ તમારી ત્વચાને કુદરતી ચમક આપશે. ચહેરાની કરચલીઓ દૂર કરવામાં તે ખૂબ અસરકારક છે કારણ કે નાળિયેર તેલ ત્વચા માટે હાઇડ્રેટિંગ છે.
પપૈયા અને કેળા બંને આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેથી આ બંનેની એકસાથે પ્યુરી બનાવો અને જ્યાં પણ કરચલીઓ દેખાય કે આખા ચહેરા પર લગાવો. પપૈયા પપૈન જેવા ઉત્સેચકોથી ભરપૂર હોય છે જ્યારે કેળામાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. આ બંને તમારી ત્વચાને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. આ પેસ્ટ અકાળ વૃદ્ધત્વની અસર ઘટાડવામાં પણ મદદરૂપ છે.
Disclaimer: અહી આપેલી માન્યતાઓ જાણકારી માત્ર કેટલીક માહિતીના આધારે લેવામાં આવે છે. એબીપી અસ્મિતા આ માહિતીની પુષ્ટી નથી કરવામાં આવતી, કોઇ પણ પ્રયોગનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )