Rain Benefits: શું ખરેખર વરસાદમાં ભીંજાવવાથી ત્વચાની ફોલ્લીઓ સહિતની આ બીમારીઓ થાય છે દૂર?
ત્વચારોગના નિષ્ણાતનું કહેવું છે કે, આ અમુક અંશે સાચું છે. જો તમે પ્રથમ વરસાદમાં ભીંજાવ છો તો શરીર ડિટોક્સ થઈ જાય છે.
Rain Benefits:ચોમાસાના પહેલા વરસાદને લઈને ઘણી બાબતો લોકોના મનમાં રહે છે. જેમ પહેલા વરસાદમાં ભીના થવાથી શરીરની ગરમી દૂર થાય છે તેમ વરસાદમાં ભીના થવાથી સ્કિના કેટલાક રોગો દૂર થાય છે.
લોકો હંમેશા સિઝનના પહેલા વરસાદની રાહ જોતા હોય છે. કાળઝાળ ગરમીમાંથી રાહત આપવા માટે પણ ચોમાસાની રાહ જોવાઈ છે. ચોમાસાના વરસાદમાં ભીંજાઈ જવાનો આનંદ કોઈ ચૂકવા માંગતું નથી. ચોમાસાના પહેલા વરસાદને લઈને ઘણી બાબતો લોકોના મનમાં રહે છે. જેમ પહેલા વરસાદમાં ભીના થવાથી શરીરની ગરમી દૂર થાય છે, વરસાદમાં ભીના થવાથી ફોડલા મટે છે.
પણ શું ખરેખર આવું થાય છે? આ બાબતમાં ડર્મેટોલોજિસ્ટ શું કહે છે તે જાણવું જરૂરી છે. ચાલો આજે જાણીએ કે, ચોમાસાના પહેલા વરસાદમાં નહાવાના ફાયદા અને નુકસાન શું છે.
શું ખરેખર વરસાદમાં નહાવાથી ફોલ્લીઓ મટે છે?
ત્વચારોગના નિષ્ણાતનું કહેવું છે કે, આ અમુક અંશે સાચું છે. જો તમે પ્રથમ વરસાદમાં ભીંજાવ છો તો તમને ફોલ્લીઓ અથવા ગરમીના ચકામાથી રાહત મળી શકે છે. વાસ્તવમાં પહેલા વરસાદના પાણીથી શરીરમાંથી ઘણા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીર ડિટોક્સ થઈ જાય છે. તેનાથી ફોલ્લીઓ અને પિમ્પલ્સથી રાહત મળી શકે છે. જો કે, આ બધા કિસ્સાઓમાં થતું નથી. જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો તમારે વરસાદના પાણીમાં નહાતા પહેલા વિચારવું જોઈએ.
વરસાદના પાણીથી નહાવાના ફાયદા
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, વરસાદમાં નહાવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ બહાર આવે છે. તેનાથી શરીર અને મનને ખુશી મળે છે અને તણાવ ઓછો થાય છે. આ સાથે વરસાદમાં નહાવાથી શરીરના હોર્મોન્સ પણ સંતુલિત રહે છે. જો તમે વરસાદમાં ભીંજાવ છો તો તો તમારા વાળમાં જમા થયેલી ગંદકી અને કીટાણુઓ સાફ થઈ જશે. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે વરસાદમાં માત્ર 20 થી 25 મિનિટ માટે જ નહાવું જોઈએ. આનાથી વધુ સ્નાન કરવું શરીર માટે હાનિકારક રહેશે. એ પણ ધ્યાનમાં રાખો કે, વરસાદમાં નહાયા પછી સાદા પાણીથી ચોક્કસ સ્નાન કરવું
વરસાદના પાણીમાં નહાવાના ગેરફાયદા
વરસાદમાં નહાવાના ગેરફાયદા પણ છે. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને વરસાદમાં નહાવાથી ત્વચાની ગંભીર એલર્જી થઈ શકે છે. ઘણા લોકોને વરસાદમાં નહાયા પછી ખંજવાળની સમસ્યા થાય છે. વરસાદમાં નહાવાથી વાળમાં ક પ્રકારના બેક્ટેરિયા વધે છે. આવી સ્થિતિમાં વાળ ઝડપથી તૂટવા લાગે છે. જો શરીર પર ક્યાંક ઘા હોય તો પહેલા વરસાદમાં સ્નાન ન કરવું જોઈએ, તેનાથી ઘામાં ઇન્ફેકશન થઈ શકે છે. વરસાદમાં ન્હાયા પછી શરદી અને ગરમીને કારણે આંગળીઓ અને પગના અંગૂઠામાં ખંજવાળ આવે છે અને સોજો આવે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )