(Source: ECI/ABP News/ABP Majha)
Apple Seeds Sides Effects: સફરજનનું બીજ ભૂલથી પણ ન ખાતાં, થાય છે આ ગંભીર નુકસાન
સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા તમામ પોષક તત્વોથી ભરપૂર છે. પરંતુ સફરજનના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.તેનાથી મોત પણ થઇ શકે છે.
Apple Seeds Sides Effects:સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા તમામ પોષક તત્વોથી ભરપૂર છે. પરંતુ સફરજનના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.તેનાથી મોત પણ થઇ શકે છે.
સફરજનના સેવનના ઘણા સ્વાસ્થ્યલક્ષી લાભો છે. સફરજન ઘણા પોષક તત્વોથી ભરપૂર છે, જે શરીરમાં પોષક તત્વોની ઉણપને ભરવામાં મદદ કરે છે. આથી સ્વસ્થ રહેવા માટે સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સફરજનના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. કારણ કે સફરજનના બીજમાં એમીગડાલિન નામનું તત્વ હોય છે, જે શરીરના પાચન ઉત્સેચકોના સંપર્કમાં આવતાની સાથે જ સાયનાઈડ છોડવાનું શરૂ કરે છે. આ સાયનાઈડ આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. મોટી માત્રામાં સફરજનના બીજ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તેથી સફરજનના બીજનું સેવન કરવાનું ટાળો. તો ચાલો જાણીએ સફરજનના બીજ ખાવાથી થતા નુકસાન વિશે.
સફરજનના બીજ ખાવાના ગેરફાયદા
શ્વાસ લેવામાં તકલીફ
મોટી માત્રામાં સફરજનના બીજ ખાવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. સફરજનના બીજનું વધુ સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત, તે હૃદયના ધબકારા પણ વધી શકે છે.
ચક્કર આવી શકે છે
સફરજનના બીજ વધુ માત્રામાં ખાવાથી ચક્કર આવે છે. કારણ કે સાયનાઈડ શરીરને નબળું બનાવે છે. જેના કારણે વ્યક્તિનું મગજ બરાબર કામ નથી કરી શકતું અને શરીરમાં નબળાઈને કારણે વ્યક્તિને ચક્કર આવવા લાગે છે.
ઉલ્ટી અને પેટમાં દુખાવો થઈ શકે છે
સફરજનના બીજનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી ઉલ્ટી અને પેટમાં દુખાવો થાય છે. કારણ કે સાયનાઈડના કારણે શરીર ખૂબ જ નબળું થઈ જાય છે. તેની સાથે પાચન શક્તિ બગડી જાય છે, જેના કારણે પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા થવા લાગે છે. સફરજનનું બીજ સાઇનાઇટની અસર ફેલાવતું હોવાથી જો એક સાથે વધુ માત્રામાં આ સફજનના બીજ ખાવામાં આવે તો વ્યક્તિનું મોત પણ થઇ શકે છે. સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે. તેટલા તેના બીજ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડનાર છે. તો ધ્યાન રાખવું કે સફરજનનું બીજ કાપતી વખતે અલગ જ કરી દેવું ખાસ કરીને બાળકોને એપ્પલ આપતા હોય ત્યાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )