શું તમને પણ દિવસમાં આવે છે ઊંઘ? તો આ ગંભીર બીમારીનો છે સંકેત
જેમાં વ્યક્તિની વિચારવાની, યાદ રાખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે
ઘણા લોકો દિવસે ઊંઘ આવવાની ફરિયાદ કરે છે. થાક હોય, સ્ટ્રેસ હોય કે ખરાબ રૂટીન હોય અનેક કારણોસર દિવસ દરમિયાન ઊંઘ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે ડિમેન્શિયા (Early Signs of Dementia) જેવા ગંભીર રોગનું પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે? જી હાં, તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.
ડિમેન્શિયા એ એક ડિસઓર્ડર છે. જેમાં વ્યક્તિની વિચારવાની, યાદ રાખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે. મગજના કોષોને નુકસાન થવાને કારણે આવું થાય છે. અલ્ઝાઈમર રોગ એ ડિમેન્શિયાનો સૌથી સામાન્ય પ્રકાર છે.
ડિમેન્શિયાના લક્ષણો
દિવસે ઊંઘ આવવી અને ડિમેન્શિયા વચ્ચે શું સંબંધ છે?
જર્નલ ઓફ ન્યુરોલોજીમાં પ્રકાશિત થયેલ એક તાજેતરના એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે દિવસની વધુ પડતી ઊંઘ એ ડિમેન્શિયાના સંભવિત પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. દિવસ દરમિયાન ઊંઘ આવવી, કામમાં રસ ન લાગવો, કોઈપણ કામ પ્રત્યે ઉત્સુકતાનો અભાવ, આવા તમામ લક્ષણો ડિમેન્શિયાના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે. તેને મોટર કોગ્નિટિવ રિસ્ક (MCR) કહેવાય છે. તેની પ્રારંભિક તપાસ ડિમેન્શિયાને રોકવા અથવા અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જો કે, આ એકલા ડિમેન્શિયાનું નિદાન નથી. આ સમસ્યા માટે અન્ય ઘણા પરિબળો પણ જવાબદાર હોઈ શકે છે.
શું છે ડિમેન્શિયાના સંકેતો ?
અન્ય લક્ષણો સાથે સંબંધ - જો દિવસની ઊંઘની સાથે તમે અન્ય લક્ષણો જેવા કે નબળી યાદશક્તિ, બોલવામાં મુશ્કેલી, નિર્ણય લેવામાં મુશ્કેલી અથવા વ્યક્તિત્વમાં ફેરફાર જોશો તો તે ડિમેન્શિયાના સંકેત હોઈ શકે છે.
ધીમે-ધીમે વધતી જતી સમસ્યા- જો દિવસ દરમિયાન ઊંઘ આવવાની સમસ્યા ધીમે ધીમે વધી રહી હોય અને અન્ય રોજિંદા કામકાજ પ્રભાવિત થઈ રહ્યા હોય તો તે ચિંતાનો વિષય બની શકે છે.
અન્ય કારણો શોધવા - દિવસ દરમિયાન ઊંઘ આવવાની સમસ્યાના અન્ય કારણો પણ હોઈ શકે છે, જેમ કે ઉંઘની ઉણપ, ડિપ્રેશન, થાક, દવાઓની આડઅસર વગેરે. આ કારણો પર પણ ધ્યાન આપવાનો પ્રયાસ કરો.
જો તમને MCR જેવી સમસ્યાના લક્ષણો દેખાય તો શું કરવું?
ડૉક્ટરનો સંપર્ક કરો- જો તમને દિવસ દરમિયાન વધુ ઊંઘ આવતી હોય અને ડિમેન્શિયાના અન્ય લક્ષણો પણ દેખાતા હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
સંપૂર્ણ તપાસ કરાવો- ડૉક્ટર તમારા લક્ષણો અને તબીબી ઇતિહાસના આધારે કેટલાક ટેસ્ટ કરી શકે છે.
સ્વસ્થ જીવનશૈલી અપનાવો- તમે નિયમિત કસરત, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લઈને તમારા મનને સ્વસ્થ રાખી શકો છો.
સ્ટ્રેસ મેનેજમેન્ટ - સ્ટ્રેસ ડિમેન્શિયાનું જોખમ વધારી શકે છે. તેથી સ્ટ્રેસ મેનેજમેન્ટન તકનીકોનો અભ્યાસ કરો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )